Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પોરબંદરની આરટીઓ કચેરીમાં એજન્ટ રાજ...?

ડ્રાઇવીંગ લાયસન્સ સહિત કામકાજો અરજદારો દ્વારા સીધા થઇ શકતા નથીઃ અરજદારોના વેઇન્ટીંગ રૂમમાં એજન્ટોના ધામા

પોરબંદર તા. ૮ :.. સરકારશ્રી દ્વારા આરટીઓ (રીજીઓનલ ટ્રાન્સપોર્ટ કચેરી) માં સંપૂર્ણ પણે એજન્ટ પ્રથા નાબુદ કરવામાં આવેલ છે. તેમ છતાં આરટીઓ કચેરીમાં એજન્ટોની હાજરીના કારણે સીધા કામ થતા નથી. ફરજીયાત એજન્ટો દ્વારા કામ કરાવવા આગ્રહ રાખવામાં આવે છે. તેવી ફરીયાદો વધી છે.

નિયમ અનુસાર કર્મચારીઓને સરકારી ખર્ચે યુનિફોર્મનું કાપડ આપવામાં આવે છે. અને સિલાઇ ખર્ચ આપે છે. પરંતુ કર્મી. કે અધિકારીઓ નિયત ગણવેશ ઓફીસ અવર્સમાં ફરજ દરમ્યાન પહેરતા નથી. સ્ટાફને ઓળખવા મુશ્કેલ બને છે.

આર. ટી. ઓ. કચેરીમાં કામે જનાર વ્યકિત અરજદારોને બેસવા પ્રતિક્ષા કક્ષ (વેઇટીંગ) રૂમની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. પરંતુ કચેરીમાં કામે ગયેલ વ્યકિતને બેસવા જગ્યા મળતી નથી. ઉભા રહેવું પડે છે. ઓફીસ અવર્સ પૂર્ણ તે પછી એજન્ટ રોકાય છે. રીસેસમાં  વેઇટીંગ રૂમ છોડતા નથી.

જો કોઇ અરજદાર કે કામે ગયેલ વ્યકિત સરકારી નિયમની અને એજન્ટ પ્રથા નાબુદ થયાની વાત કરે ફરીયાદ કરે તો સાંભળતા નથી. માથાકુટ થાય.

આ બાબતે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત થયેલ હોવા છતાં સરકારશ્રી દ્વારા હજુ સુધી પ્રતિભાવ જાહેર હીતમાં મળેલ નથી.

ભારતની સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન મુજબ આર. ટી. ઓ. કચેરી દ્વારા નંબર પ્લેટ પુરી પાડવાની જવાબદારી આર. ટી. ઓ. ની આ કચેરીની છે. તે પણ વ્યવસ્થા જળવાતી નથી. તેવો લોકોમાં ગણગણાટ છે.

(11:32 am IST)