News of Thursday, 8th March 2018

ઉનાઃ ફાર્માસીસ્ટની કાયમી નિમણુંક આપવા મુખ્યમંત્રીને રજુઆત

ઉના તા.૮: ૧૦ વર્ષની ફરજ બજાવતા સી.એચ.સી.ના ફાર્માસિસ્ટ શ્રી એલ.એન.ગોહિલએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભતી પ્રક્રિયામાં કાયમી ફાર્માસિસ્ટની નિમણુંક આપવા બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

જુનીયર ફાર્માસિસ્ટ તરીકે સી.એચ.સી. ગીરગઢડામાં રેડકોર્ષ દ્વારા ૧૧ મહીનામાં કરાર આધારીત તા.૩૧-૩-૨૦૧૬ સુધી રેગ્યુલર રીન્યુ કરી ફાર્માસિસ્ટ તરીકે સી. એચ.સી. ગીરગઢડામાં સેવા આપું છું. ત્યાર બાદ અમોને ભાવનગર આર.ડી. ડી.દ્વારા કોન્ટ્રાકટર દ્વારા આજદીન સુધી હાલમાં સી.એચ.સી. ગીરગઢડામાં સેવા આપીએ છીએ. અમારા અનુભવ ૧૦ વર્ષની ફાર્માસિસ્ટની સેવાઓનો લાભ આપી ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા પરીક્ષા બાદ કાયમી ઓર્ડર આપવા રજુઆતમં જણાવેલ છે.

(11:32 am IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST