News of Thursday, 8th March 2018

જુનાગઢઃ મેંદરડામાં દિવ્યાંગ બાળકો સાથે ધુળેટીની ઉજવણી

 જુનાગઢ : શ્રીજી એજયુે એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા સંચાલીત દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા મેંદરડામાં કાર્યરત છે. આ સંસ્થામાં એકવીસ જેટલા દિવ્યાંગ બાળકો આશ્રય સ્થાન લઇ રહેલ છે. હોળીના દિવસે સંસ્થામાં સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઇ વાજા તથા તેમના પરીવારનાં સભ્યો તથા આર. વી. પટેલ મેમોરીયલ ટ્રસ્ટ મેંદરડાનાં સભ્યો તથા સામાકાંઠા મહીલા સત્સંગ મંડળનાં બહેનો સાથે મળીને ઉજવણી કરાઇ હતી. બધાએ બાળકો સાથે સમય પસાર કરીને રંગોના ઉત્સવમાં દિવ્યાંગો સાથે અબીલ - ગુલાલના રંગોથી હોળી રમીને સમાજને નવો રાહ ચિંધ્યો હતો. મહિલા સત્સંગ મંડળની બહેનોના સત્સંગ - કિર્તનથી વાતાવરણ ભકિતભાવ સભર બન્યું હતું. તેમ સંસ્થાના પ્રમુખ કૌશિકભાઇ જોશીની યાદીમાં જણાવાયું છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:28 am IST)
  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST