News of Thursday, 8th March 2018

ઉપસરપંચના ઉપવાસથી અંતે તંત્ર જાગ્યુ?તમામ પ્રશ્નોના નિકાલ માટે ખાતરી

CFOએ જાતે દોડી આવી ફટાફટ તમામ કામો ઉકેલવા બાહેધરી આપી

ધારી આંબરડી રોડ સફારી પાર્કના પ્રશ્ને આંદોલન પર બેઠેલા ઉપસરપંચને પારણા કરાવી તેની તમામ માંગણી સંતોષવાની ખાત્રી ચીફ ફોરેસ્ટ ઓફિસર આપેલ તે પ્રસંગની તસ્વીર.

વડીયા તા. ૮ : ધારી આંબરડી સફારીપાર્ક મુદ્દે અનશન પર ઉતરેલા ઉપસરપંચની માંગણીઓ ખુદ જૂનાગઢથી દોડી આવેલા સી.સી.એફ.એ સંતોષી લીધી છે. ગામના આગેવાનો અને ભાજપ આગ્રણીઓએ મધ્યસ્થી કરી આખો મામલો થાળે પાડ્યો છે. માત્ર ૭૨ કલાકમાં જ કેન્ટિન અને પ્રવાસીઓના શેડ નિર્માણ કરાશે અને ભાજપ અગ્રણીઓ સરકારમાં જશે નેશનલ ઝુ ઓથોરીટી માંથી નવા પાંચ સિંહની મંજૂરી લઈ આવશે સહિતની બાહેંધરી આપી ડી.એફ.ઓ.અને સી.સી.એફ.એ ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈને પોતાના હસ્તે જ પારણા કરાવ્યા હતા.

સવારથી અહીંની ગીર ( પુર્વ ) વન વિભાગની કચેરી સામે વેકરીયાપરા ખાતે અનશન પર બેસી ગયેલા ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈની માંગણીઓ જૂનાગઢથી દોડી આવેલા સી.સી.એફ.એ સંતોષી લીધી હતી અને ડી.એફ.ઓ.સહિતના વન અધિકારીઓ સાથે મળી પારણા કરાવ્યા હતા. ઉપસરપંચની માંગણી મુજબ નવા પાંચ સિંહ આંબરડી સફારીપાર્કને આપવા જે બાબતે દરખાસ્ત થઈ ચૂકી છે અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી મંજૂરી આવવાની બાકી હોય એ બાબતને ઉપસ્થિત ભાજપ આગેવાનો અતુલભાઈ કાનાણી, હિતેશભાઈ જોશી અને સરપંચ જીતુભાઈ જોશીએ સરકારમાં જઈ રજૂઆત કરવા અને મંજૂર કરવા બાહેંધરી આપી હતી નવી બસો વધારવા માટે સિંહનો વધારો થશે એટલે તુરંત ફાળવામાં આવશે અત્યારે હોલી ડે સમયે જોઈતી બસો ભાડેથી લઈ દોડાવવામાં આવે તેવો આદેશ સી.સી.એફ.એ કર્યો હતો. આંબરડી સફારી પાર્કની બે લકઝરીયસ કાર કોઈ પ્રકારની હોય નહીં જે ડિવિઝનની હોય તેવી સ્પષ્ટતા ખુદ સી.સી.એફ.એ કરી હતી આ ઉપરાંત તડકે તપતા પ્રવાસીઓ અને કેન્ટીન વિના જ ટળવળતા લોકો માટે ૭૨ કલાકમાં જ કેન્ટિન અને સેડનુ નિર્માણ કરવામાં આવશે.

હાલ પર્યંત આ પ્રશ્ન હલ થઈ જવા પામ્યો છે અને માંગણી સંતોષાય જવા પામી છે પરંતુ આંબરડી સફારીપાર્ક મુદ્દે આવતા દિવસોમાં ધારી ગામે જાગૃત રહેવુ પડશે આ તકે પરવેઝભાઈ સુમરા, હનિફભાઈ નાડ, ફિરોઝભાઈ ઈસબજી, સંજયભાઈ જોશી, મુકેશભાઈ રૂપારેલીયા, પરેશભાઈ પટણી સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

(11:27 am IST)
  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST