Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બોટાદના રોજીદ ગામના તલાટી મંત્રી આશીષ મોદી રૂ. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો

ભાવનગર તા. ૮ : ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના સ્ટાફે બોટાદના રોજીદ ગામના તલાટી કમ મંત્રી આશીષ મોદીને રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે રહેતા એક ખેડૂતની જમીનના પ્લોટની સરકારી જમીન આકારણી તેમજ પંચાયતના રજીસ્ટ્રેશનમાં આકારણીની એન્ટ્રી કરવા અંગે રોજીદ ગામના તલાટી કમ મંત્રી આશીષકુમાર હસમુખભાઇ મોદીએ શ્રૂા. ૧૦ હજારની લાંચની માંગણી કરી હતી.  આ અંગે ખેડૂતએ ભાવનગર લાંચ રૂશ્વત વિરોધીખાતામાં ફરીયાદ કરતા ભાવનગર એસીબીનાં પી.આઇ. ઝેડ.સી.ચૌહાણ તથા સ્ટાફે રોજીદ ગામે પંચાયત કચેરી ખાતે છટકુ ગોઠવી તલાટી કમ મંત્રી આશીષભાઇ મોદીને રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(૨૧.૧૩)

(10:58 am IST)
  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST