News of Thursday, 8th March 2018

રંધોળા પાસે ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતિનું મોતઃ મૃત્યુઆંક ૩૩

૮ વ્યકિતઓ ગંભીર હાલતમાં સારવારમાં

ભાવનગર, તા. ૮ :  ભાવનગર નજીક રંધોળા ખાતેનાં ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીનું મોત નિપજતા મૃત્યુઆંક ૩૩ થયો છે. હજુ ૮ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

 

ભાવનગર-રાજકોટ હાઇવે પર રંધોળા નજીક મંગળવાર સવારે ટ્રક પુલ નીચે ખાબકતાં ૩૧ જાનૈયાઓનાં કરૂણ મોત નિપજ્યા હતા અને ૩૦ થી વધુ ને ગંભીર ઇજા થઇ હતી. ગઇકાલે ઇજાગ્રસ્તનું મોત નિપજ્યા બાદ વધુ એક ઇજાગ્રસ્તું મોત નિપજ્યું છે. આ દુર્ઘટનાનો મૃત્યુ આંક વધી ૩૩ થયો છે. દિપીકાબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.૧૯) રહે. પીપળીયા-સિહોરનું સારવાર દરમ્યાન ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોત નિપજયું છે.

જયારે ઇજાગ્રસ્તો પૈકી ૮ જાનૈયાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. એક મહિલા મધુબેન મોહનભાઇ મકવાણા (ઉ.વ.૩૦) ને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. (૯.ર)

(10:58 am IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST