Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બાવળ બરવાડામાં સફાઇ અભિયાન

વડિયા ગ્રામ પંચાયત સંચાલિત સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ અને એન.એસ.એસ યુનિટ દ્વારા વડિયા તાલુકાના બાવળ બરવાળા ગામે સફાઈ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વડિયા સુ.સા.હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક એમ.જે.મોરી પ્રિન્સિપાલ ડી.ડી.પાદરિયા, વડિયા ગ્રામ પચાયતના સરપચ છગનભાઇ ઢોલરીયા, ચેતનભાઈ દાફડા, તેમજ શાળાના શિક્ષકોએ હાજરી આપેલ હતી. સ્કૂલના બાળકો દ્વારા આખું ગામ જેમકે સ્મશાન,પાણીના અવેળા,ચબૂતરા તેમજ રોડ રસ્તાનું સફાઈ અભિયાન ઝુંબેશ સતત સાત દિવસ સુધી કરવામાં આવેલ. જેમાં સતત સાત દિવસ સુધી બાળકોને ચા નાસ્તો તેમજ બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેમજ વડિયા તથા બાવળ બરવાળા ગામના લોકોએ આ કેમ્પને બિરદાવી અને બાળકો પાસેથી શીખ મેળવેલ.(તસ્વીર : જીતેશગીરી ગોસાઇ, વડીયા)

(9:30 am IST)