News of Thursday, 8th March 2018

માળીયા પોલીસના દરોડા :નવાગામ અને વિદારકાણી સીમમાં ધમધમતી દેશીદારૂની

 

ભઠ્ઠીમાં દરોડો :હસીનાબેન સહીત ત્રણ ઝડપાયા :ઇકબાલ ફરાર :

મોરબી : માળિયા પોલીસે તાલુકાના નવાગામ અને વિદરકાની સીમમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી પર દરોડો પાડી .૫૯,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો જ્યારે આરોપી ઇકબાલ હજી મોવર નાશી છુટ્યો હતો.તેમજ માળિયાના વિદરકા ગામે પાડેલ દરોડામાં પોલીસે હસીનાબેન હનીફભાઈ મોવર તથા અન્ય બે આરોપીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:17 am IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST