News of Thursday, 8th March 2018

મોરબીના ઝૂલતા પુલ ઊપરથી કૂદીને પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોહિલનો આપધાત

મોરબીના ઝૂલતા પુલ ઉપરથી ઝંપલાવીને મૂળ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા ભરત ગોહિલએ આપઘાત કર્યો છે જિંદગીથી કંટાળીને આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે

(9:16 am IST)
  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST