Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વડીયામાં સરકારી સાયન્‍સ સ્‍કૂલ કોલેજની માંગણી ઉગ્ર

વડિયા,તા.૯ : અમરેલી જિલ્લા ના છેવાડાના પછાત તાલુકા મથક એવા વડિયા આઝાદી ના ૭૬વર્ષ અને વિકાસ ના નામે જાણીતી અને મત માંગતી ભારતીય જનતા પાર્ટી ના ૨૭વર્ષના શાસન પછી પણ અનેક સુવિધાઓ થી વંચિત છે. તાલુકા મથક ના સેન્‍ટરમાં સુવિધાઓ આપવાને બદલે અનેક સુવિધાઓ દિન પ્રતિદિન છીનવાતી જોવા મળી છે. ત્‍યારે ગુજરાત સરકાર ની દરેક તાલુકા મથક પર  સરકારી કોલેજ અને સાયન્‍સ સ્‍કૂલ આપવાની  વર્ષો પેહલા કરેલી જાહેરાત છતાં આજે પણ વડિયા આ સુવિધાઓ થી વંચિત જોવા મળી રહ્યું છે. ત્‍યારે વડિયા અને આસપાસ ના ગ્રામીણ વિસ્‍તાર મ વસવાટ કરતા વિદ્યાર્થી સાયન્‍સ અને કોલેજ કક્ષા ના ઉચ્‍ચ શિક્ષણ મેળવવાં માટે ઉંચી ફી આપીને  શહેરમાં જવા મજબુર બન્‍યા છે. ત્‍યારે વડિયા માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ, જાગળત નાગરિકો અને વેપારી આગેવાનો દ્વારા વડિયા ની મુખ્‍ય બજાર માં રેલી સ્‍વરૂપે નીકળી કોલેજ આપો, કોલેજ આપો, શિક્ષણ ની સુવિધાઓ આપોના નારા લગાવીને  મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્‍યા હતા ત્‍યારે સમગ્ર મામલતદાર ઓફિસ નુ પરિસર કોલેજ આપો, સાયન્‍સ સ્‍કૂલ આપો, શિક્ષણની સુવિધાઓ આપો, સરકાર હવે તો સાંભળોના નારા થી ગુંજી ઉઠ્‍યું હતુ.વડિયા મામલતદાર મહેતા ને આવેદનપત્ર આપ્‍યું હતુ. જોકે અગાવના સમય ગાળામાં વડિયા વિસ્‍તાર માટે પૂર્વ સરપંચ છગન ઢોલરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહીત ના લોકોએ પણ સરકારી કોલેજ અને સાયન્‍સ સ્‍કૂલ ની સુવિધાઓ માટે માંગણી કરેલ હતી. પરંતુ હાલ વડિયા પંચાયત થી પાર્લામેન્‍ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્‍યારે થોડા સમય પેહલા વડિયા વિસ્‍તાર ના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા ના નાયબ દંડક કૌશિક વેકરીયા દ્વારા પણ આ બાબતે રજુઆત કરાઈ હતી.

(12:06 pm IST)