Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

માળીયા મિંયાણા નજીક બંધ કંટેનર પાછળ બીજુ કંટેનર ઘુસી જતા ચાલકને ઇજા

મોરબી,તા. ૯ : કંન્‍ટેનર અન્‍ય કંન્‍ટેનર પાછળ ઘૂસી જતાં અકસ્‍માત સર્જાયો હતો. આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

મળતી વિગત મુજબ કચ્‍છના રહેવાસી જયરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૦૭ રોજ આરોપી સોહનસિંહ પિથાસિહ પોતાના GJ-12-AZ-1606 નંબરનું કંટેનર પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી માળીયા-હળવદ નેશનલ હાઈવે પર અણીયારી ટોલ પ્‍લાઝે જયરાજસિંહનું ટ્રક-કંન્‍ટેનર GJ-12-BT-1199 ઉભેલુ હતું. સોહનસિંહનું બેકાબૂ કંન્‍ટેનર અચાનક જયરાજસિંહના કંન્‍ટેનર પાછળ ઘુસી જતાં અકસ્‍માત સર્જાયો હતો. જેને પગલે ખુદ સોહનસિંહ ના જમણા પગના પંજાના ભાગે ઈજાઓ પહોંચી હતી.જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:13 pm IST)