Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મોરબીમાં રાજસ્‍થાનના યુવાન પર છરીથી હુમલો કરી ચાર શખ્‍સો મોબાઇલ લુંટી છનન...

ઓમારામ ખોતેની ફરિયાદ : કાનજી ઉર્ફે કાનો, રાજેશ, લાલો, મોહસીન અને શીવા ડાભીની ધરપકડ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૯: મોરબીમાં સમડી ગેંગના આતંકનો બીજો કિસ્‍સો સામે આવ્‍યો છે. જયાં યુવકનો મોબાઇલ ફોન ઝુંટવી ને ચાર ઈસમો ફરાર થયા હતા. એ સમયે યુવકે તેનો પીછો કરતા ઇસમોએ છરી વડે યુવકને ઇજા પણ કરી હતી. આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.ᅠᅠ

મળતી વિગત મુજબ રાજસ્‍થાનનાં ઓમારામભાઇ લુણાભાઇ ખોતે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૦/૧ના રોજ રાત્રિના દસ વાગ્‍યે તેઓ રંગપર ગામની સીમ આઇ ટ્રાઇલસ એલ.એલ.પી સિરામીક ની બહાર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા એ સમયે આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા, લાલો નવઘણભાઇ કોળી, મોસીનભાઇ અકબરભાઇ મોવર, શીવાભાઇ ભુપતભાઇ ડાભી ડબલ સવારીમાં બે મોટર સાયકલ લઈને આવ્‍યા હતા અને ઓમારામભાઇ પાસે રહેલો રૂપિયા ૫૦૦૦ની કિંમતનો vivo ૧૯૩૫ મોડ નો મોબાઇલ ફોન આંચકી અને નાસી ગયા હતા. એ સમયે ઓમારામભાઇએ આરોપીઓને પકડવા જતા આરોપીઓએ ઓમારામભાઇ પર છરી વડે ઇજા કરી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવતા ચારેય શખ્‍સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

(12:13 pm IST)