Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જૂનાગઢમાં જરૂરિયાત મંદ લોકોને કપડાં વિતરણ કરાયા

સમાજ અને રાષ્‍ટ્ર હીત માટે કાર્યના ભાગ રૂપે  જૂનાગઢના જરૂરિયાતમંદ લોકો ને પહેરવા કપડાં આપી ને મદદરૂપ થવાનો પ્રયાસ રાજભાઈ ઝાલાવાડીયા દ્વારા કરવામા આવ્‍યો હતો.  સેવાના કાર્ય દ્વારા જરૂરિયાતમંદ છેવાડા ના વિસ્‍તારના લોકો સુધી પહોંચી વષાો તેમજ ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવ્‍યુ. એગ્રીક્‍લચર યુનિવર્સીટીમાં અભ્‍યાસ કરતા રાજભાઈ ઝાલાવાડીયા દ્વારા આ સેવા યજ્ઞ કરી જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરાયું. જેમનો મુખ્‍ય ઉદ્દેશ બીજા લોકો પણ જાગળત થાય અને આવા સેવા ના કાર્ય માં ભાગ લે તેવો સંદેશો પણ આપવામાં આવ્‍યો. સાથે મૌલીકભાઈ હરણેશા તેમજ લેખક જેનિશભાઈ ભાયાણી જોડાયા.  (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ

(12:02 pm IST)