News of Friday, 9th February 2018

સિક્કાના પીએસઆઇ જે.કે.મોરીને સસ્પેન્ડ કરવા માંગણીઃ જામનગરમાં સતવારા સમાજની રેલી-આવેદન

સિક્કાના પીએસઆઇ જે.કે.મોરીને સસ્પેન્ડ કરવા માંગણીઃ જામનગરમાં સતવારા સમાજની રેલી-આવેદન

જામનગરઃ તસ્વીરમાં સતાવારા સમાજની રેલી તથા જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવાયું તે નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર તા. ૯ : જામનગરમાં શ્રી સમસ્ત સતવારા સમાજના હોદેદારો મહિલા, પુરૂષોની રેલી નીકળી હતી અને જામનગર જીલ્લાના સિક્કાના પીએસઆઇ જે.કે.મોરી દ્વારા સતવારા સમાજની મહિલાને અભદ્રઅપશબ્દો કહીને માર મારવાના પ્રકરણમાં જે.કે. મોરીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સુત્રોચ્ચાર કરીને જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છેકે જામનગર જિલ્લાના આમરાના સતવાર સમાજના જયશ્રીબેન ધારવિયાનો કૌટુંબીક પ્રશ્ને જગડાનો બનાવ બનેલ તેના અનુસંધાને આમારા ગામ સિક્કા પોલીસ સ્ટેશન હેઠળ આવતુ હોય તેથી જયશ્રીબેને કરેલ અગાઉ અરજી અનુસંધાને પી.એસ.આઇ.જે.કે. મોરીને ટેલીફોન કરીને સિકકા પોલીસ સ્ટેશને ગયેલ અને જયશ્રીબેને પોતાના બનાવ બાબતે જે.કે.મોરી સાથે વાત કરતા મોરી ટેલીફોન કેમ કરેલ તેમ કહીને અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. અને ઝાપટ મારીને અપમાન કરેલ અને સતવારા સમાજનું અપમાન કરેલ ત્યાર બાદ સમાજના આગેવાનો તથા ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયા દ્વારા રૂબરૂ એસ.પી.શ્રીને આ ઉપરોકત બનાવ બાબતે વાકેફ કરેલ અને જે.કે.મોરી ઉપર પગલા લેવા જણાવ્યું હતું. ત્યાર બાદ ૮ થી ૧૦ દિવસ સુધી કોઇ જ નિર્ણય ન લેતા જે.કે.મોરી દ્વારા જયશ્રીબેનને કરેલ વાણી અને ગાળો આપેલ તેની ઓડીયો કલીપ વાયરલ થતા ગુજરાતભરના સતવારા સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે અને દરેક ગામ-તાલુકા જિલ્લાના સતવારા સમાજના લોકો આવેદનો આપેલ છે. છતા આજ દિવસ સુધી પીએસઆઇ ઉપર કોઇ જ પગલા ન ભરાતા જામનગર જીલ્લાના તમામ સતવારા સમાજના ગામે-ગામના સમાજના આગેવાનો મહિલા મંડળો-રાજકીય આગેવાનો તથા સોશ્યલ ગૃપો તથા અન્ય સતવારા સમાજના સુરક્ષા માટેના યુવાન મંડળો-ગૃપો તમામ સતવારા સમાજની મહિલા ઉપર પોલીસને ન શોભે તેવું વર્તન કરેલ છે તેને વખોડી કાઢે છે અને સતવારા સમાજનું અપમાન કરેલ છે છતા દોઢ મહિના જેવો સમય વિતી ગયેલ હોય છતા પગલા ન લેતા સતવારા સમાજમાં રોષ ફેલાયેલો છેઆ મુદ્દે ન્યાય  આપવા માંગણી કરી છે.

(4:14 pm IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરુદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી :સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો :અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 1:08 am IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત :ત્રણ ગંભીર :હોસ્પિટલમાં ખસેડાયા ;ફૂડ પોઇઝનની અસર ;હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ?તપાસ શરુ ;એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી :ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 1:13 am IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથની ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગોરખપુર ઉપરાંત ફૂલપુર લોકસભા બેઠક પર 11મી માર્ચે મતદાન કરવામાં આવશે. ફૂલપુર બેઠક કેશવ પ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. આ ઉપરાંત બિહારના અરરિયા લોકસભા બેઠક અને ભભુઆ, જહાનાબાદ વિધાનસભાની 2 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 11 માર્ચના રોજ મતદાન કરવામાં આવશે અને મતગણતરી 14 માર્ચાના રોજ કરાશે. access_time 2:37 pm IST