Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

જુનાગઢના લોહાણા પરિવાર ઉપર કરોડોનું દેણું ?

રાજા ઇલેકટ્રીકવાળા રાજુભાઇ રાજાને પોલીસ રૂબરૂ બોલાવીને- લેણદારોનાં નામ જાણીને કાર્યવાહી કરે તેવી પ્રર્વતતી લાગણી

જુનાગઢ, તા. ૯: વ્યાજના વિષચક્રમાં ફસાઇ ગયેલા લોહાણા પરિવાર ભેદી રીતે ગુમ થઇ ગયાની ચર્ચાએ જોર પકડયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢના પ્લેટીનીયમ એપા. ના બીજા માળે રહેતો અને રાજા ઇલેકટ્રીકવાળા રાજુભાઇ રાજા આ પરિવાર ગત રવિવારે ૪ ફેબ્રુઆરી સાંજથી જુનાગઢ છોડી ચાલ્યો ગયેલ છે. તેમણે કોઇ લેણદાર વ્યકિતને ચીઠ્ઠી લખી રકમ ચુકવવામાં અસમર્થતા દર્શાવી હોવાની વાત વચ્ચે આ પરિવાર કોઇ મોટા આર્થિક દેવામાં સપડાયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ બનાવ અંગે વધુ વિગત મુજબ આ  પરિવાર ઘર છોડતા પહેલા એ પરિવારની ધોરણ પ અને ૮ માં ભણતી ર દિકરીઓના જુનાગઢની એક જાણીતી સ્કુલમાંથી લીંવીગ સર્ટી પણ કઢાવી લીધા છે. આ પરિવાર તળાવ દરવાજા પાસે ડેરીફાર્મ ઉપરાંત કોઇ સ્થળે પનીરનું કારખાનું ધરાવતા હોવાનું જણાવાઇ રહ્યું છે. એવું ચર્ચાઇ છે કે દશ-દશ ટકાના વ્યાજના વિષયચક્રમાં  કરોડોથી વધુ રકમનો મામલો છે અને બેંગલોર જવું છે એવું કહી સ્કુલમાંથી લીવીંગ લેવામાં આવ્યું છે.

જુનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ પ્લેટીનીયમ એપાર્ટમેન્ટમાં રહેતો ૮ સભ્યોનો લોહાણા પરિવાર ભેદી રીતે કયાંય ગુમ થઇ જતા જુનાગઢમાં ભારે ચર્ચા જાગી છે. ર દિકરા, ર પૌત્રી અને પતિ-પત્નિ સહિતનો આ પરિવાર ે આર્થિક ભીસમાં મનાતા સલામતી બક્ષવા પોલીસ પણ હરકતમાં આવી ગયેલ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢનો  લોહાણા પરિવાર બાળકો સહિત ૮ સભ્યો ભેદી રીતે સાંજે ગુમ થતાં રઘુવંશી સમાજ ચિંતીત થઇ ગયો છે.

 જો કે જાણવા મળ્યા મુજબ આ પરિવાર જુનાગઢમાં કયાંક છે પરંતુ લેણદારો હેરાન ન કરે અને આ પરિવાર કંઇ કરી ન બેસે તે પહેલા જુનાગઢ પોલીસ સામેથી આ પરિવારને મળીને તેની મદદ કરે તે ઇચ્છનીય છે.

દરમિયાન જાણવા મળ્યા મુજબ રૂ. ૬.પ૦ કરોડનું દેણુ થઇ જતા તાજેતરમાં બંગલો  વેંચી દીધો હતો. ફલેટમાં રહેવા જતા રહ્યા હતા.

રાજુભાઇ રાજા નામના લોહાણા પરિવાર ઉપર જુદા-જુદા લોકોનું મોટા પ્રમાણમાં દેણુ હોવાનું જાણવા મળેલ છે.

(4:13 pm IST)