Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

'કરૂણા અભિયાન -૨૦૨૧' અંતર્ગત અબોલ પશુ-પક્ષી રક્ષણ માટે પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ- પક્ષી માટે સારવાર કેન્દ્રો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૯: સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી 'કરૂણા અભિયાન'હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે. આ સંદર્ભે ' કરૂણા અભિયાન-૨૦૨૧ અંતર્ગત મોરબી જિલ્લાના શહેર તથા તાલુકાઓના વિસ્તારોમાં સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય તો નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાંઆવે છે.

'કરૂણા અભિયાન'-૨૦૨૧ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૧ દરમ્યાન સવારના ૭.૦૦ થી સાંજના ૧૮.૦૦ સુધી પશુ પાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર સારવાર કેમ્પ આ પ્રમાણે છે.

(12:57 pm IST)