Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૪૬ ગામોમાં વિકસીત ભારત સંકલ્‍પ યાત્રાનું પરિભ્રમણઃ ૧ર૧૬૪ લોકો જોડાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવેલ કે વિકસીત ભારત સંકલ્‍પ યાત્રામાં અત્‍યાર સુધીમાં દ્વારકા જિલ્લામાં કુલ ૪૬ ગામોની આ વિકસીત ભારત યાત્રાએ મુલાકાત લીધી છે. જેમાં ૧ર૧૬૪ લોકો જુદા - જુદા સ્‍થળે જોડાયા હતા.

આ યાત્રામાં માત્ર ભારતમાં ૧૧૧ સ્‍વયંસેવકોએ અનુમાન કરયુ હતું. જયારે પી.એમ. યુ.વાય.માં ૧૩૯ ના અનુમાન થયા હતા. તથા ૯૯૬૦ લોકોએ સંકલ્‍પો લીધા હતા તથાસીઓમં ૬ર, વિદ્યાર્થીઓમાં ૬ર તથા સ્‍થાનિક કલાકારોમાં ર૪ ને એવોર્ડ આપવામાં આવ્‍યા હતા ત્‍થા મેરી મ્‍હાની મેરી કેળાની માં સરકારી યોજનાથી મળેલી સફળતામાં ૧ર૯ વ્‍યીકતઓ જોડાયા હતા.

પ્રાકૃતિક ખેતીમાં ૧૩૦ ખેડુતો જોડાયા હતા તથા ૪૦૦૬ વ્‍યકિતઓના સ્‍થળ પરજ આયુષ્‍યમાન કાર્ડ બનાવવા માટે કર્યવાહી થઇ હતી તથા ૧૩પ૭ વ્‍યકિતઓને સ્‍થળ પર કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.

જિલ્લાના કુલ ૪૬ ગામોમાં આ યાત્રા પહોંચી હતી જેમાંથી ૩૯ ગામોમાં શેરી નાટક ધરતી કહે પુકારકે પણ ભજવવામાં આવ્‍યું હતું.

(2:13 pm IST)