Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

પોરબંદરઃ પ દિવસ પહેલા દરિયામાં ડૂબેલા વહાણના માલિક હજૂ લાપત્તા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ ઓખા નજીક દરિયામાં સલાયાના આમદ ઇબ્રાહીમ ભાયાનીની માલિકનું ઓખા અને ટાઇલ્‍સ ભરેલુ વહાણ ખરાબ મોસમને ડૂબી ગયેલ અને વહાણના તમામ ખલાસીઓને બચાવ થયો હતો આ વહાણના માલીક હજૂ લાપતા છે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્‍ટેશનમાં આ વહાણ ડૂબી ગયાની ‘જાણવા જોગ' એન્‍ટ્રી કરવામાં આવી છે.

ઓખાથી સીતેર નોટિકલ માઇલ દૂર દરિયામાં વહાણ ડુબી ગયાની ઘટનામાં નવી બંદિર પોલીસ મથકમાંજાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

જામસલાયા ખાતે રહેતા ટંડેલ જીકન હુસેન કેર દ્વારા પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્‍ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્‍યું છે કે, સલાયાના આમદ ઇબ્રાહીમ ભાયાની માલીકીનું અલ્‍નીઝમુદ્દીન નામનુ વહાણ કે જેની કિંમત અંદાજે ૬૦ લાખ રૂપિયા થાય છે.

આ વહાણ પાંચ દિવસ પહેલા સાંજે ૬ વાગ્‍યે મુન્‍દ્રા બંદર ખોતથી ટાઇલ્‍સ અને ચોખા ભરીને યમન દેશના સિકોતર પોર્ટ ખાતે જવા નીકળ્‍યું હતં અને ખરાબ હવામનને કારણે ઓખાથી આશરે ૬પ-૩૦ નોટીકલ માઇલ દુર દરિયામાં ડૂબી ગયું હતું. જેમાં તમામ ખલાસીઓનો બચાવ થયો હતો.

(2:13 pm IST)