Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

ખંભાળીયામાં કાલે સરકારી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના નવા બિલ્‍ડીંગનું મુળુભાઇ બેરાના હસ્‍તે ભૂમિપૂજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮ :.. ખંભાળીયામાં તાત્‍કાલીન ધારાસભ્‍ય સ્‍વ. મેઘજીભાઇ કણજારીયા તથા પૂર્વ ધારાસભ્‍ય સ્‍વ. કાળુભાઇ ચાવડાના ખાસ પ્રયાસોથી સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ જિલ્લાની બે પ્રવાહોની એક માત્ર કોલેજ શરૂ થયેલ જેનું બિલ્‍ડીંગના હોય આ કોલેજ વર્ષોથી સરકારી જી. પી. જે. હાઇસ્‍કુલના બિલ્‍ડીંગમાં બેસતી હતી.

ખંભાળીયાના ધારાસભ્‍ય તથા રાજયના વન અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી આ તમામ પ્રશ્નો હલ થઇ જતાં કાલે નવા બીલ્‍ડીંગનું ભૂમિ પૂજન યોજાયું છે.

સલાયા રોડ પર હરિપર ગામ પાસે વિશાળ જગ્‍યામાં જૂના સરકારી ફાર્મ હાઉસ પાસે કરોડોના ખર્ચે બનનાર આ નવા અદ્યતન બિલ્‍ડીંગનું ભૂમિ પૂજન તા. ૯ ના સાંજે પ.૩૦ વાગ્‍યે રાજય મંત્રી મુળુભાઇ બેરાના હસ્‍તે થશે જેમાં આગેવાનો અધિકારીઓ તથા સરકારી કોલેજનો સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાશે.

(2:51 pm IST)