Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બિલખામાં વરલી રમાડતા ઝડપાયો

જુનાગઢ : બીલખા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પાણીના સંપ (ટાકા) પાસે અતુલ નરોતમભાઇ ઉનડકટ રહે બીલખા વાળો જાહેરમાં વરલી મટકામાં આંક ફરકના આંકડાઓ લહી પૈસાની હારજીતનો જૂગાર રમી રમાડે છે. તેવી હકિકત મળતા રેઇડ કરતા ૧૦૭ર૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી બીલખા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એસ. કે. માલમ તથા વુ. પો. હેડ કોન્સ. ભાવનાબેન અરજણપરી ગૌસ્વામી તથા પો. કોન્સ. માનસિંહ ખુમાણભાઇ ભલગરીયા, તથા રાજૂભાઇ ચંદુભાઇ પરમાર તથા આશિષભાઇ ભોજાભાઇ વડીયાતર તથા સુમીત ગોવિંદભાઇ રાઠોડ વિગેરે સ્ટાફનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:02 pm IST)