Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ: પુલ પર પાણી ભરાયા : સ્થાનિક નદી બે કાંઠે વહેતી થતા કાર તણાઈ

સ્થાનિકો દ્વારા કારને ટ્રેકટર અને દોરડાની મદદથી બહાર કઢાયા : કારમાં સવાર તમામ પાંચ લોકોના જીવ બચાવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, કેશવપરથી કલ્યાણપુર તરફ જતા માર્ગ પર આવેલા પુલ પર પાણી ભરાયા છે  સ્થાનિક નદી બે કાંઠે વહેતી થતા કાર તણાઈ હતી,  સ્થાનિકો દ્વારા કાર ને ટ્રેકટર અને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી હતી, સ્થાનિકો દ્વારા કારમા સવાર તમામ પાંચ લોકોના જીવ બચાવ્યા છે
કાર તણાઈ જવાનાં બનાવ બાદ સરપંચ અને સ્થાનિકો મા સરકાર સામે રોષ ફેલાયો છે, અવાર નવાર વરસાદી સીઝન મા ગામ સંપર્ક વિહોણું બનતું હોવાનો સરપંછે આક્ષેપ કર્યો હતો,અગાઉ અનેક રજુઆત છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી જેથી તાત્કાલિક આ રોડ રસ્તાનું કામ સરકાર કરે તેવી માંગ કરી છે

(7:06 pm IST)