Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જામનગરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા બાલા હનુમાન મંદિરે ૫૯માં વર્ષ પ્રેમભિક્ષુજી મહારાજને પુષ્‍પાંજલિ અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: છોટી કાશી ગણાતા જામનગરમાં જયાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્‍યાત ગિનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે ૧,ઓગસ્‍ટ,૨૦૨૨ના પ્રથમ શ્રાવણી સોમવારે ૫૯ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગરના સાનિધ્‍યમાં આવી રામનામની અલખ જગાવનાર શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રતિમાને પુષ્‍પાંજલિ કરી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે વિશ્વ હિન્‍દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્‍યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, જિલ્લા પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંદળના અર્જુનભાઈ ભદ્રા સહિતના અગ્રણી હોદ્દેદારોએ શ્રી બાલા હનુમાન મંદિરે ખાસ જઈને બાલા હનુમાન મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી વિનુભાઈ તન્ના સાથે બાલા હનુમાન મંદિર ના દર્શન કરી પ્રેમભિક્ષુજી મહારાજ ના સ્‍મૃતિ મંદિરે પણ દર્શન કર્યા હતા અને ૫૯ માં વર્ષે પ્રવેશ કરી રહેલા બાલા હનુમાન મંદિરના ટ્રસ્‍ટીઓને પણ ખાસ અભિનંદન પાઠવ્‍યા હતા.

(1:35 pm IST)