Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સરકાર અને સહકારના સંયુક્‍ત પ્રયાસોથી ગ્રામ્‍ય અર્થતંત્રનો વિકાસ થયો છે : સી.આર.પાટીલ

જૂનાગઢમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન દ્વારા સહકારી ક્ષેત્રના મહાનુભાવોના સન્‍માન સાથે ઉપલબ્‍ધિ અભિવાદન સમારોહ યોજાયો : પ્રધાનમંત્રીના સહકારથી સમૃધ્‍ધિના અભિયાનને સાર્થક કરવા યુવાનો સહકારી માળખામાં સહભાગી બને : મંડળીઓ પણ કોમ્‍પ્‍યુટરાઇઝડ થશે : કેન્‍દ્રિય પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા : સહકારી ક્ષેત્રમાં રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍થાન પામેલા દિલીપભાઇ સંઘાણી, ડોલરભાઇ કોટેચા અને બીપીનભાઇ પટેલનું કેન્‍દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા અને નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલની ઉપસ્‍થિતિમાં સન્‍માન : જિલ્લાના વર્ષોથી સહકારી ક્ષેત્રમાં સંકળાયેલા આગેવાનોનું પણ સન્‍માનઃ ડો. ડી.પી.ચીખલીયા અને ફાઉન્‍ડેશનના સભ્‍યો દ્વારા સફળ કાર્યક્રમ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૭ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના અભિયાનને સાર્થક કરવા ગુજરાતનું સહકારી માળખું પાયામાં છે. સહકારી માળખાના વિકાસ અને મજબૂતીકરણમાં પાયાના કાર્યકરો નું યોગદાન મહત્‍વનું છે. સહકારી ક્ષેત્રના વિસ્‍તૃતિકરણમાં મહત્‍વનું યોગદાન આપીને રાષ્ટ્રીય સ્‍તરે સ્‍થાન પામેલા સહકારી ક્ષેત્રના આગેવાનોનો ઉપલબ્‍ધિ અભિવાદન સમારોહ આજે જૂનાગઢમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન દ્વારા કૃષી યુનિના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
જૂનાગઢના સેવાભાવી અગ્રણી તબીબ ડો.ડી.પી ચીખલીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ગરીમામય સમારોહમાં કેન્‍દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા કાર્યક્રમના ઉદ્‌ઘાટક તરીકે અને અધ્‍યક્ષ સ્‍થાને નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી સી .આર. પાટીલ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્‍તરે નિયુક્‍ત થયેલા એન. સી. યુ. આઈ- ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ઓલ ઇન્‍ડિયા ફેડરેશન ઓફ એગ્રીકલ્‍ચર કો ઓપ બેંક રાષ્ટ્રીય ખેતી બેંક ના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા તેમજ ગુજકો માસોલના વાઈસ ચેરમેન શ્રી બીપીનભાઈ પટેલ (ગોતા)નું કેન્‍દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને નવસારીના સાંસદ શ્રી સી .આર .પાટીલ ની ઉપસ્‍થિતિમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશનના ડો. ડી.પી ચીખલીયા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
ᅠઆ સાથેᅠ જિલ્લાના સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણીઓ જેમાં ૧૦૦ વર્ષથી વધુ વયના પીઢᅠ વડીલ પૂર્વ ધારાસભ્‍ય શ્રી રત્‍ના બાપા ઠુંમર તેમજ શ્રી ભીખાભાઈ ગજેરા, શ્રી જેઠાભાઈ પાનેરા, લક્ષ્મણભાઈ યાદવ, શ્રી જસાભાઇ બારડ, શ્રી રતિભાઈ સાવલિયા, દેવજીભાઈ, ગોવિંદભાઈ સહિતના આગેવાનોને પણ અભિવાદિત કરવામાં આવ્‍યા હતા.
ᅠઆ કાર્યક્રમમાં ગિરનાર પર ડોળીવાળાઓ ના જીવન પર આધારિત ડો.ડી.પી .ચીખલીયા લીખિત પુસ્‍તક નું મહાનુભાવોના હસ્‍તે વિમોચન કરવામાં આવ્‍યું હતું. શ્રી સી .આર. પાટીલની પુસ્‍તકો થી જ્ઞાન તુલા કરવામાં આવી હતી. આ પુસ્‍તકો સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના વાંચન માટે ડીસ્‍ટ્રીક લાઇબ્રેરીને આપવામાં આવશે.
આ કાર્યક્રમના ઉદ્‍ઘાટક કેન્‍દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના નેતૃત્‍વમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. મંડળીઓ પણ કોમ્‍પ્‍યુટરાઈઝડ થઈ રહી છે. સહકારી ક્ષેત્રમાં માત્ર વડીલો જ નહીં પરંતુ યુવાનોનું પણ યોગદાન મહત્‍વનું છે. દૂધ સહિત અન્‍ય ક્ષેત્રોમાં પણ સહકારી ક્ષેત્રમાં યુવાન જોડાય . પશુ પાલકો અને ખેડૂતો ની આવક બમણી કરવાના અભિયાનના સાથીદાર બનવા તેઓએ આવવાન કર્યું હતું.
ગુજરાતમાં ૨૬ લાખ સભાસદો સહકારી માળખામાં જોડાયેલા છે. અને દૈનિક રૂપિયા ૧૫૦ કરોડ ગ્રામીણ અર્થતંત્રમાં આવે છે તેમ જણાવી સરકાર દ્વારા સહકારી માળખામાં કરવામાં આવી રહેલા વિકાસલક્ષી પ્રયાસોની માહિતી આપી હતી. આજના સફળ કાર્યક્રમ બદલᅠ અભિનંદન આપ્‍યા હતા.
આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી સી આર પાટિલે જણાવ્‍યું હતું કે સરકાર અને સહકાર એમ સંયુક્‍ત પ્રયાસો થી ગામડા નો વિકાસ થયો છે. આજે અમુલ સહિત ગુજરાતની ડેરીઓનું દૂધ દિલ્‍હી અને ગોવામાં તેની રાહ જોવાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રનો વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે. સહકારી ક્ષેત્રે વર્ષોથી સેવા આપતા અને ગુજરાતમાંથી રાષ્ટ્રીય સ્‍તરે નિમણૂક પામેલા આગેવાનોનો અભિવાદન સમારોહ આ ક્ષેત્રને વધુ પ્રોત્‍સાહન આપશે.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા બંને મહાનુભાવ શ્રીનું ડો.ડી.પી ચીખલીયાએ વિશેષ સ્‍મૃતિચિન્‍હ આપી અભિવાદન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમના આયોજન અને ઉદ્દેશ અંગે સૌનું શાબ્‍દિક સ્‍વાગત કરતા ડો. ડી.પી. ચીખલીયાએ જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિ ની નેમ ને સાર્થક કરવા સહકારી ક્ષેત્રના આગેવાનો નું મહત્‍વનું યોગદાન રહ્યું છે. કેન્‍દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શનમાં સહકારી માળખું આગળ વધી રહ્યું છે.જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના આગેવાનો આજે સહકારી સંસ્‍થાઓમાં રાષ્ટ્રીય સ્‍તરે કામ કરી રહ્યા છે તે ગૌરવ લેવા જેવું છે. ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન રચનાત્‍મક અને સેવાકીય કાર્યો કરીને સૌનાં સહકારથી જનસેવાને વરેલું છે. તેઓએ સન્‍માનિત મુખ્‍ય ત્રણ મહાનુભાવો તેમજ જિલ્લામાં વર્ષોથી સેવા આપતા અન્‍ય અગ્રણીઓના યોગદાનની વાત કરી સહકારી ક્ષેત્રનું ભવિષ્‍ય ઉજવળ છે તેમ જણાવી ઉપસ્‍થિત રહેલા મહાનુભાવોનો આભાર માની ફાઉન્‍ડેશનના કાર્યકરોને પણ બિરદાવ્‍યા હતા.
ᅠઆ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉપસ્‍થિત સૌએ તિરંગો લહેરાવી દેશભક્‍તિ ના ગીત માં સહભાગી થયા હતા.ᅠ
ᅠઆ કાર્યક્રમમાં પશુપાલન રાજયમંત્રી શ્રી દેવાભાઈ માલમ,સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સંગઠનના પદાધિકારી શ્રી ધવલભાઈ દવે, શ્રી ચંદ્રશેખર દવે, શ્રી રઘુભાઇ હુબલ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ રૈયાણી ,શ્રી ગીરીશભાઈ કોટેચા, શ્રી વનરાજસિંહ રાયજાદા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેન્‍દ્ર ગોટીયા, શ્રી દિનેશભાઈ ખટારીયા આગેવાનો તેમજ મોટી સંખ્‍યામાં વિવિધ સંસ્‍થાઓના મંડળીઓના પ્રમુખો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

 

(1:34 pm IST)