Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ધોરાજી રંગાયું હુસેની રંગમાં: ઠેર-ઠેર નિયાઝ સબિલ, ઠંડા ગરમ પીણાનું વિતરણ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૮ : હજરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર ઠંડા ગરમ પીણા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે નિયાંજ નું પણ આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરી ને ધોરાજી શહેર હુસેની રંગ માં રંગાઈ ગયું છે ધોરાજીમાં ઇમામ હુસેન ની યાદમાં રઝવી કમિટી દ્વારા ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ માં હાફિઝ ઉવેષની તકરીરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
 બપોરે ૨ કલાકે તમામ સેજ મુબારક માતમમાં આવશે ૨.૩૦ વાગ્યે સર્વ પ્રથમ સૈયદ રુસ્તમ માતમ નો તાજીયા ઢોલ નગારાના નાદ સાથે હુસેની ગુલામો અને સૈયદ રુસ્તમ માતમના આગેવાનો ની ઉપસ્થિતિમાં માતમમાં આવશે.
 અને રાત્રે બહાર પૂરા ખાતે શિરાઝી શેઝ માતમ ની ઘેર રાબેતા મુજબ યોજાશે અને સૈયદ રુસ્તમ તાજીયા માતમની સરઘસ રાતની ઘેર પણ રાબેતા મુજબ યોજાશે જે વહેલી સવારે પૂર્ણ થશ.ે
  મંગળવારના રોજ આસુરાનો દિવસ હોવાથી મુસ્લિમો આશુરાંની વિશેષ નમાઝ નફલ પઢશે અને કરબલા ના શહીદોને અંજલી અર્પણ કરશે બાદમાં કબ્રસ્તાન જાઈ અને પોતાના વડવાઓને ઇસાલે સવાબ અર્પણ કરશે.
  સાંજે ૪ કલાકે સૈયદ રુસ્તમ તાજીયા માતમના હોદેદારોની આગેવાનીમાં તાજીયા જુલૂસ ચકલા ચોક ખાતેથી નીકળશે જે ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ માં પૂર્ણ થશે જીયા હુસેની નિયાજ્જ કમિટી દ્વારા ઇતિહાસસિક નિયાજનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કમિટી પ્રમુખ સહિત બહોળી સંખ્યા માં કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે રાત્રે રજવી કમિટી દ્વારા શહિદ એ આઝમ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે ૧.૩૦ વાગ્યે ચોકારો યોજાશે અને વહેલી સવારે તમામ તાજીયા કરબલા તરફ જવા રવાના થશે.

 

(1:12 pm IST)