Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જોડીયાના પીઠડ ગામે ૮ શકુની ઝડપાયા

જામનગર : જોડીયા તાલુકાના પીઠડ ગામે રહેતા બાબુભાઇ  રાજાભાઇ સોઢીયાના રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડામાં રૂા.૧,૩ર,ર૦૦ મોબાઇલ ફોન નંગ-૮ કિ. રૂા.૩૧૦૦૦ તથા એક મો.સા. કિ. રૂા.રપ૦૦૦ મળી કુલ રૂા.૧,૮૮,ર૦૦ના મુદામાલ સાથે પકડી પાડી (૧) બાબુભાઇ રાજાભાઇ સોઢીયા (ર) જગદીશભાઇ નાગજીભાઇ વાઘેલા (૩) અબાસભાઇ મુસાભાઇ મોગલ (૪) વિનોદગીરી તુલસીગીરી ગોસ્‍વામી રહે. પીઠડગામ (પ)  કિશોર કુંવરજીભાઇ પાડલીયા (૬) ભરતભાઇ મોહનભાઇ જીવાણી (૭) પ્રકાશભાઇ મહાદેવભાઇ ઘોડાસરા  (૮) કિશોરભાઇ રૂગનાથભાઇ જીવાણી રહે.ખાનપર ગામ તા. જી. મોરબીને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી પો. ઇન્‍સ. કે.કે.ગોહિલની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલસીબ સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફિરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:03 pm IST)