Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સાવરકુંડલા કબીરટેકરી ખાતે શ્રીરામ પ્રતાપ સાહેબની ૪૧મી પુણ્‍યતિથી નિમિતે ભાગવત કથા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૮ :.. સાવર કુંડલા ખાતે કબીર સંપ્રદાયની ધાર્મિક સંસ્‍થા કબીર ટેકરી ખાતે વિવિધ સેવાકિય પ્રવૃતિઓ નિરંતર ચાલી રહી છે. અહીંના બ્રહ્મલીન સદ્‌્‌ગુરૂ તપસ્‍વી શ્રીરામ પ્રતાપસાહેબની ૪૧ મી પુણ્‍યતથી નિમિતે કબીર ટેકરી ખાતે તા. ૧૦-૮-રર ને બુધવારથી તા. ૧૬-૮-રર મંગળવાર સુધી શ્રીમદ્‌્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. વ્‍યાસપીઠ પર રવિરામબાપુ હરીયાણી બીરાજી કથાનું રસપાન કરાવશે. ભાગવત સપ્તાહ દરમિયાન પરિસ્‍થિતિ જન્‍મ-નૃસિંહ પ્રાગટ-વામન જન્‍મ, શ્રી કૃષ્‍ણ પ્રાગટય, નંદમહોત્‍સવ, બાળકૃષ્‍ણ લીલા ગોવર્ધન પુજા, રૂક્ષ્મણી વિવાહ, વિષ્‍ણુ સહષા યજ્ઞ, અને સુદામા ચરિત્ર, પરિક્ષિતમોક્ષ સહિતનાં પાવન પ્રસંગો ઉજવાશે.

ભાગવત કથા દરમ્‍યાન રાત્રીનાં ભકિત સંધ્‍યા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્‍યુ છે. ભાગવત કથાના મુખ્‍ય યજમાનપદે કબીર ટેકરીનાં સ્‍વ. સેવક પ્રભુદાસભાઇ નાનજીભાઇ મશરૂ પરિવાર છે. જયારે અન્‍ય યજમાનશ્રીઓ, સાથે એક પોથી દેશ માટે શહીદ થયેલા વિરજવાનોનાં મોક્ષાર્થે કબીર સાહેબ સેવા ટ્રસ્‍ટ દ્વારા રાખવામાં આવી છે. શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તૈયારીને મહંતશ્રી નારાયણદાસ સાહેબ દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે. સપ્તાહમાં ધર્મલાભ લેવા પધારવા સંસ્‍થાના મહંતશ્રી નારાણદાસ સાહેબ દ્વારા સર્વે સેવકો સાથે સમસ્‍ત શહેરીજનોને પણ ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(1:21 pm IST)