Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ખાંભાના ધુંધવાણા ગામે ૯ શકુની ઝડપાયા

અમરેલી : ખાંભા પો.સ્‍ટે. વિસ્‍તારના ધુંધવાણા ગામે પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ રાણાભાઇ બચુભાઇ ચાવડાના ઘરની સામે ખુલ્લી જગ્‍યામાં સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગારના સાહિત્‍ય સહિત કુલ કિ. રૂા. ૧૨,૩૩૦ ના મુદ્દામાલ સાથે (૧) રાણાભાઇ બચુભાઇ ચાવડા (૨) જગદીશભાઇ વશરામભાઇ મકવાણા (૩) દિનેશભાઇ ભાવુભાઇ વાળા રહે. ઇટવાયા તા. ગીરગઢડા (૪) લાલજીભાઇ ભગવાનભાઇ શિયાળ (૫) અશ્વિનભાઇ જીવરાજભાઇ ચાવડા, (૬) રજાકભાઇ કાસમભાઇ સમા રહે. સાળવા તા. ખાંભા તથા (૭) નોધણભાઇ કરશનભાઇ બાંભણીયા રહે. ધુંધવાણા તા. ખાંભાને ઝડપી લીધા હતા.આ કામગીરી ઇન્‍ચાર્જ સબ ઇન્‍સ્‍પેકટર એન.એ. વાઘેલાની સુચનાથી ખાંભા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ. દિપકભાઇ રવજીભાઇ મકવાણા તથા હેડ કોન્‍સ.  રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા પો.કોન્‍સ. કનુભાઇ રાણાભાઇ બાંભણીયા તથા પો.કોન્‍સ. જયદીપભાઇ અનકભાઇ ધાખડા તથા પો.કોન્‍સ. નરેન્‍દ્રભાઇ ધીરૂભાઇ વરૂ દ્વારા કરવામાં આવેલ છે.

(1:00 pm IST)