Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ધ્રાંગધ્રામાં જુગાર રમતા ૮ ઝડપાયા

વઢવાણ : કુંભારપરા રામપુરી રોડ ઉપર મેપાભાઇ ભરવાડના ઘર સામે ખુલ્લા પટમાં કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રમતા હોય જે હકિકત આધારે રેઇડ કરતા (૧) મહેશભાઇ રમેશભાઇ ડાભી, કોળી ઉ.વ.ર૮ ધંધો કડીયાકામ (ર) શનીભાઇ રમેશભાઇ લામકા ભરવાડ (ઉ.વ.ર૯) ધંધો પશુપાલન રહે. તાલુકા પો.સ્‍ટે. પાછળ (૩) અલ્‍તાફભાઇ કેશુભાઇ મલકે ઉ.વ.૪૮ ધંધો ડ્રાઇવીંગ રહે મયુરનગર વાડીનાથ ડેરી પાસે (૪) મેરૂભાઇ શામજીભાઇ પરમાર દલવાડી ઉ.વ.૩૭ ધંધો કડીયાકામ રહે. કુ઼ભારપરા રામપુરી પાસે (પ) ચંદુભાઇ બચુભાઇ કુરીયા કુંભાર ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે. કુંભારપરા કલુડીના કોઠા પાસે (૬) શૈલેષભાઇ ત્રીભુવનભાઇ મુળીયા, પ્રજાપતિ ઉ.વ.૩૮ ધંધો કડીયાકામ રહે. કુંભારપરા સાબરપાન પાસે (૭) કિશોરભાઇ જાલાભાઇ ડાંગર ભરવાડ (ઉ.વ.૩૮)  ધંધો ખેતીકામ રહે. તાલુકા પો. સ્‍ટે.પાછળ (૮) ગૌતમભાઇ સતાભાઇ જાદવ ભરવાડ (ઉ.વ.ર૦) ધંધો ડ્રાઇવીંગ રહે. તાલુકા પો. સ્‍ટે. પાછળ રૂા.૧૩ર૦૦ તથા મળી કુલ મુદામાલ  રૂા.૧૩ર૦૦ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુન્‍હો કરેલ હોય જેઓ વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશનનાં ઇન્‍સ. પો. કોન્‍સ. એસ.બી. સોલંકી સાથે એ.એસ.આઇ. એ.એ.બ્‍લોચ તથા  કોન્‍સ. યુવરાજસિંહ સોલંકી તથા અશોકભાઇ શેખાવા તથા વિક્રમભાઇ રબારી તથા બ્રિજરાજસિંહ ઝાલા તથા મહાવીરસિંહ રાઠોડ વિગેરેએ કામગીરી કરી હતી.

(12:14 pm IST)