Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વીંછીયા માર્કેટિંગ યાર્ડમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ

વીંછીયા : સૌરાષ્‍ટ્રના સાવજ  સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની તળતિય પુણ્‍યતિથિ નિમિત્તે વિછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા વિછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો. વિઠ્ઠલભાઈ રાદડિયા સ્‍મળતિમાં મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા રક્‍તદાન શિબિરને સફળ બનાવવા સહકારી આગેવાનો અરવિંદભાઈ તાગડીયા કડવાભાઇ જોગરાજીયા માર્કેટીંગ યાર્ડના સદસ્‍યો સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી અને સામાજિક અગ્રણી પ્રવીણદાન રોહડિયાએ  જહેમત ઉઠાવી બ્‍લડ ડોનેશન કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : પિન્‍ટુ શાહ વીંછીયા)

(12:03 pm IST)