Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

દ્વારકામાં આયોજીત શિવકથામાં ધનરાજભાઇ નથવાણીની ઉપસ્‍થિતિ

(વિનુભાઇ સોમાણી દ્વારા) દ્વારકા તા.૮ : દ્વારકાના આહિર સમાજના પટાગણમાં રાજયના માજી મંત્રી અને આહિર સમાજના અગ્રણી દેવભુમી દ્વારકાના ડો. રણમલભાઇ વારોતરીયા આયોજીત શિવપુરાણ જ્ઞાન યજ્ઞમાં   રીલાયન્‍સ ગ્રુપના પ્રેસીડેન્‍ટ તથા દ્વારકા દેવસ્‍થાન સમિતિના ઉપાધ્‍યક્ષ ધનરાજ નથવાણીએ ઉપસ્‍થિતિ રહી વારોતરીયા પરિવાર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાન શિવજીના ઉપદેશ તથા શિવપુરાણ  કાર્ય માટે શુભેચ્‍છા પાઠવી હતી. તેમની સાથે થનગનાટ નોબત દૈનિકના તંત્રી પ્રદિપભાઇ માધવાણી, ભીખુભાઇ  વારોતરીયા, નિર્મલ સામાણી, તથા વિનુભાઇ સોમૈયા ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમ બરોડાના માજી મેયર ભરતભાઇ ડાંગર વિગેરેએ શિવ પુરાણની કથા વિરામ બાદ શિવજી મહાઆરતીમાં ભાગ લીધો હતો. આઠ દિવસના કથા સાથેના વિવિધ કાર્યક્રમો દરમિયાન સાંસદ પુનમબેન માડમ, સહદેવસિંહ માણેક સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા અને રાત્રીના લોક  સાહિત્‍યકાર ભીખુદાનભાઇ ગઢવી તથા  ટુપકની ગ્રામની રાસ મંડળી  સહિતના કલાકારોએ રસથાળ પીરસીને શ્રોતાઓને લાભ આપ્‍યો હતો. કથાના સંચાલનમાં કારૂભાઇ વારોતરીયા, મહેશભાઇ વારોતરીયા, અનિલભાઇ, આલાભાઇ વિગેરેએ સંચાલન કર્યુ હતુ.

 કથાની વ્‍યાસ પીઠ ઉપર મહાદેવ પ્રસાદ મહેતાએ દિવ્‍ય કથાનું મધુર રસપાન કરાવ્‍યું હતું.

શારદાપીઠના સ્‍વામી નારાયણ નંદજીએ પણ  શિવજીની વિશેષ કથાના પ્રસ્‍થાનો આપતા હતા. આહિર સમાજ ખાતેના શિવપુરાણ યજ્ઞમાં સમગ્ર સૌરાષ્‍ટ્રના સંતો પણ ઉપસ્‍થિત રહયા હતા. જેમાં ભાવનગર જીલ્લાના શિહોરના મહંત ગીડા રામબાપુ, દેવભુમીના મગનભાઇ રાજયગુરૂ વિગેરેનો સમાવેશ થાય છે. (તસ્‍વીર : દિપેશ સામાણી - દ્વારકા)

(12:01 pm IST)