Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વાંકાનેરમાં ર ઇંચ વરસાદથી પતાળીયા- આસોઇ-મહા નદીમાં નવા નીર

સ્‍વયંભુ શ્રી જડેશ્વર મહાદેવના મેળામાં રંગમાં ભંગ

(મહમદ રાઠોડ-લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.,૮: મોરબી હોનારતની તિથી નજીક આવતી જાય છે તેમ તેમ વરસાદ માહોલ જામતો જઇ રહયો બંગાળની ખાડીનું વેલમાર્ક લો પ્રેશર ડીપ્રેશન બની ઓડીસાથી મધ્‍યભારત થઇ ગુજરાત તરફ ગતીમાન હોવાને કારણે હવામાન ખાતાએ ગુજરાતને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. વળી આ સીસ્‍ટમ ગુજરાતમાં છવાશે ત્‍યારે જ બંગાળની ખાડીમાથી વધુ એક લોપ્રેશર સીસ્‍ટમ ઓડીસા આસપાસ છવાઇ ને પヘમિ તરફ અર્થાત ગુજરાત તરફ ગતિમાન થવાનું દર્શાવાઇ રહયું છે. ત્‍યારે વાંકાનેરમાં ગઇ કાલે બપોરે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા બે ઇંચ ઉપરાંત વરસાદ વરસી ચુકયો છે.

આજ સવારથી ફરી ઉકળાટે જોર પકડયું છે. અને ગમે ત્‍યારે વરસાદ ત્રાટકે તેવી શકયતા જોવા મળી રહી છે.વરસાદને પગલે પતાળીયા નદીમાં તથા રાતી દેવરીની આસોઇ નદીમાં પણ નવા નીર જોવા મળ્‍યા હતા. ઢુવા પાસે મહા નદીમાં પણ નવ નીર વહેતા થયા હતા.

વાંકાનેરના સ્‍વયંભુ શ્રી જડેશ્વર દાદાના મેળાની જમાવટ થતાની સાથે આજે પ્રથમ દિવસે જ સાંજે બે ઇંચ જેવો વરસાદ પડી જતા મેળાની મોજ માણવા આવેલ પ્રજાજનોમાં થોડીવાર દોડધામ મચી જવા પામી હતી અને મેળામાં કાદવ-કીચડ થઇ જતા અમુક પ્રજાજનો પોતપોતાના ઘરે જવા રવાના થઇ ગયેલ. એમ બે દિવસના મેળામાં પ્રથમ દિવસે જ મેળાના રંગમાં મેઘરાજાએ વિક્ષેપ પાડેલ હતો.

(11:55 am IST)