Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અબડાસામાં વરસાદથી તૂટ્યો કાચો રસ્તો : ગામ બન્યું સંપર્ક વિહોણું

ભારે વરસાદને કારણે બારા ગામમાંથી પસાર થતી નદી બે કાંઠે વહી :બારા ગામને જોડતો રસ્તો ફરી એકવાર તૂટી ગયો

કચ્છના અબડાસામાં ભારે વરસાદને કારણે બારા ગામ ફરી એકવાર સંપર્ક વિહોણું બન્યું છે. અબડાસામાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે બારા ગામમાંથી પસાર થતી નદી બે કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે થતાં બારા ગામને જોડતો રસ્તો ફરી એકવાર તૂટી ગયો છે. જેને લઈ  કચ્છનું બારા ગામ બીજીવાર સંપર્ક વિહોણું બન્યું છે. મહત્વનું છે કે પ્રથમ વરસાદમાંપણ નદી બે કાંઠે થતાં કાચો રસ્તો તૂટી ગયો હતો અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.

 

(12:07 am IST)