Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સજનપર ગામે ગૌશાળાની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

બાપા સીતારામ ગૌશાળાની મુલાકાત લઈને લંપી વાયરસથી ગૌમાતાને બચાવવા જરૂરી સૂચનો કર્યા

મોરબી :  રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન ખાતાના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈપટેલ આજરોજ મોરબીની મુલાકાતે હતા. મુલાકાત દરમિયાન તેઓએ સજનપર ગામે આવેલી બાપા સીતારામ ગૌશાળાની મુલાકાત લઈને લંપી વાયરસથી ગૌમાતાને બચાવવા જરૂરી સૂચનો કર્યા હતા.

આજે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ સજનપર ગામની બાપાસીતારામ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને લંપી વાયરસના નિયંત્રણ માટે ગૌશાળા સંચાલકોને ગૌવંશની યોગ્ય કાળજી, તાકીદે વેક્સીનેશન, સ્વચ્છતા તેમજ દવાઓના છંટકાવ માટેના જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ સજનપર ગૌસેવા યુવક મંડળની કામગીરીને બિરદાવી હતી. ગૌશાળાની સ્વચ્છતા જોઈને પણ રાઘવજીભાઈ પટેલ પ્રભાવિત થયા હતા.

 

(10:57 pm IST)