Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

માળિયાના ખાખરેચી ગામમાં પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા

મોરબી :  માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામમાં પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મુકેશ લક્ષ્મણભાઈ પાટડીયા, વિનોદ લક્ષ્મણભાઈ પાટડીયા, સુરેશ નનુંલાલભાઈ જોષી, મુનાભાઈ સોંડાભાઈ સંખેસરીયા અને રમેશભાઈ શામજીભાઈ કૈલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૬૯૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(10:29 pm IST)