Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મોરબી રોટરી કલબ દ્વારા સાયકલોફનમાં ૨૨૦ સાયકલીસ્‍ટો જોડાયા

મોરબી : રોટરી કલબ દ્વારા મોરબી ખાતે સાયકલોફન-૨૦૨૧નું આયોજન કરી સાયકલીસ્‍ટોએ જુદી- જુદી ત્રણ ઇવેન્‍ટમાં ભાગ લઈ ઉત્‍સાહભેર સાયકલિંગ કર્યું હતું. સાયકલ મારી સરરર જાય, તંદુરસ્‍તી વધારતી જાયના સ્‍લોગન સાથે મોરબી રોટરી કલબ દ્વારા સાયકલોફન-૨૦૨૧નું આયોજન કરાયું હતું, જેમાં ,૧૦ અને ૧૫ કિલોમીટરની અલગ-અલગ ત્રણ ઇવેન્‍ટમાં કુલ ૨૨૦ સાયકલીસ્‍ટોએ ભાગ લીધો હતો. સાયકલોફન-૨૦૨૧ના પ્રારંભે ધારાસભ્‍ય બ્રિજેશ મેરજા અને અધિક કલેકટર કેતન જોશીએ ફ્‌લેગ ઓફ આપ્‍યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ અબ્‍બાસ લાકડાવાલા. સેક્રેટરી રૂપેશ પરમાર. પ્રોજેકટ ચેરમેન સંજય ગૌસ્‍વામી, રશેષ મહેતા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

(1:26 pm IST)