Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મોરબી વિસીપરામાં ભંગારના ડેલામાં આગ

 મોરબી : વીશીપરા વિસ્‍તારમાં આવેલ વિજયનગરમાં ભંગારના ડેલામાં રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી તો જોત જોતામાં આગ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી હતી તો મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્‍યો હતો.આગ ક્‍યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી તો આગમાં કોઈ જાનહાની પણ ન થઇ હોવાની માહિતી મળી હતી.

(1:25 pm IST)