Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મોરબી રોજગાર વિનિયમ કચેરી દ્વારા હળવદ અને ટંકારામાં નોંધણી કેમ્‍પ

મોરબી, તા. ૮ :   રોજગાર વાંચ્‍છુ ઉમેદવારો નામ નોંધણી, લાયકાતમાં સુધારા, રીન્‍યુઅલ તેમજ વ્‍યવસાય માર્ગદર્શન મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તાલુકા મથકોએ નામ નોંધણી કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ  છે.

રોજગાર સેવા મેળવવા ઇચ્‍છુક સંબંધિત તાલુકાના ઉમેદવારોએ જાતે  શૈક્ષણિક લાયકાતના તમામ અસલ  પ્રમાણપત્રો/માર્કશીટ/જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)/ સ્‍કુલ લીવીંગ સર્ટીફિકેટ/પાસ પોર્ટ સાઇજ્‍નો ફોટોગ્રાફ/અન્‍ય પ્રમાણપત્રો- વગેરે સાથે  સવારના ૧૧.૦૦ થી ૨.૦૦ દરમિયાન તાલુકા પંચાયતની કચેરીઓ ખાતે તા.૧૫ના રોજ માળીયા,તા.૨૦ના રોજ હળવદ  અને તા.૨૬ના રોજ ટંકારા  ખાતે  સ્‍વખર્ચે ઉપસ્‍થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી મોરબી દ્વારા યાદીમાં જણાવેલ છે.

(1:21 pm IST)