Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામનગર-ધ્રોલ-જોડિયા તાલુકાના પરા વિસ્તારને નલ સે જલ યોજના હેઠળ પાણી આપવા રાઘવજીભાઇ પટેલ દ્વારા રજુઆત

(મુકંુદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ :   ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ જામનગર-ધ્રોલ-જોડીયા તાલુકાના જે તે ગામના પેટાપરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન રહે તે અંગે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજુઆત કરેલ. જેમાં જે તે ગામના પેટા પરાઓમાં પાઇપ લાઇન નાખવાની જરૂરીયાત હોય ત્યાં ગામના પાણીના ર્સોસ સાથે જોડતી પાઇપ લાઇન નાખી કાયમી પીવાનું પાણી મળી રહે તેવી રજુઆત કરેલ.

રજુઆતમાં જણાવ્યું છે કે (૧) લાખા બાવળના રબારી વાસ, ખેંગાર મોરીધાર, વાછરાડાડાના મંદિર પાસેનો વિસ્તાર, ફેકટરી બાજુમાં વિસ્તાર (ર) રાવલસર ચંદરીયા સ્કુલની બાજુમાં, ચંદરીયા સ્કુલની સામેનો વિસ્તાર, ગઢ વી પરા, લાખાબાવળના પાટીયા પાસેનો દલીત વિસ્તાર (૩) ચેલા-ર ની પુર્વ અને પશ્ચિમનો વિસ્તાર (૪) ખીજડીયા નવાપરા વિસ્તાર (પ) દરેકડ સોસાયટી વિસ્તાર, મયુર ટાઉન સીપ, ત્રિશુલ પાર્ક, હરી પાર્ક, ત્રીશુલ રેસીડેન્સી ખોડીયારનગર (૬) નાઘેડી ગઢવી પરા વિસ્તાર, અવધનગરી, આંબેડકર કોલોની (૭) ઢીચકડા રામળાપીર દરગાહની પાછળનો વિસ્તાર મારાજની કેબીન વાળો વિસ્તાર (૮) રણજીત પર શંકરપર વિસ્તાર (ઘોરાવાડી) (૯) વાગડીયા ચારણવાસ (૧૦) દિગ્વીજયગ્રામનો ભૂગાર વિસ્તાર વોર્ડ નં. ૬ અને ૮ (૧૧) રવાણી ખીજડીયા ચારણવાસ (૧૦) દિગ્વીજયગ્રામનો ભુંગા વિસ્તાર વોર્ડ નં. ૬ અને ૮ (૧૧) રવાણી ખીજડીયા ભરવાડ પરૂ, ગામના પાદરથી અશ્વિનસિંહ નીરૂભાના ઘર સુધી, ગામના પાદરથી રામસંગ દિપસંગના ઘર સુધી (૧ર) ઠેબા ખારા વિસ્તાર, હનુમાનની ડેરીવાળો વિસ્તાર, ભરવાડ વિસ્તાર, દલીત વિસ્તાર.

ઉપરાંત ખીમલીયા ગણેશનગર (ધોરીવાવા), મોરકંડા જુદા-જુદા ચારણવાસ, અલીયાનું સીતારામનગર, બેડ રામેશ્વર કોલોની ધારવિયા કુટુંબની વાડી, બોરીવાવ, હડમતીયા વૃંદાવનનગર, નવા મોખાણા ચારણાવાસ, ખિલોસ ભરવાડવાસ, ખંભાલીડા મોટાવાસ ધારા વિસ્તાર, હડીયાણાના સરદાર આવાસ યોજના વસાહત, હડીયાણાથી વાંધા ગામ સુધીની પાઇપ લાઇન, જોડીયા આઇ.ટી.આઇ. વિસ્તાર પાસે, સ્મશાન પાસે, ધ્રોલ તાલુકાના લૈયારાના જીલ્યા કુવાથી શ્યામનગર, અરણનગર, ધ્રોલ, તાલુકાના જાયવાન ભૂતળીવાડીથી આંબાભાઇ માવજીભાઇના મુંગરાના ફળી સુધી, સુધાધુનાના માર્ગે જેશાભાઇ ઘરથી સરકારી જીલ્યા કુવા સુધી પાઇપલાઇનથી પાણી પહોંચાડવા રજુઆત કરેલ છે.

(12:15 pm IST)