Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પોરબંદરના રાજવી નટવરસિંહજી પ્રજાની મુશ્કેલી જાણવા જાહેરમાં રૂબરૂ મળતાઃ ન્યાય પધ્ધતિ ઝડપી હતી

પ્રજામાં અસંતોષ કે અંધાધૂંધી થાય નહીં તે માટે પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની થાય તો સખ્તાઇના પગલા લેવાતાઃ ફરજ નિષ્ઠોની કદર થતી

પોરબંદરના રાજવીની હેરીટેજ કાર :  પોરબંદર : સ્વર્ગસ્થ રાજવી નટવરસિંહ જેઠવા અને પ્રજાવત્સલ તરીકે આજ પણ તે ભૂલાયેલ નથી સને ૧૯૪૭ માં હિન્દુસ્તાન ને આઝાદી મળી તે પહેલા પોરબંદર રાજ્ય નાં સ્વર્ગસ્થ રાજવી એ અમેરિકા થી લાવેલી  ક્રાયસ્લર  કંપની ની અમેરિકન બનાવટ ની લાંબા બોનેટ વાળી અને છ સિલિન્ડર ધરાવતી અને ૧ લીટર પર ૨.૫ કિલોમીટર ની એવરેજ આપે છે આજે પણ આ મોટર કાર મુળ ભૂત કલર દુધિયા રંગ ની છે. મહારાણા શ્રી એ બીજી કાર નો ઉપયોગ કર્યો જ નથી તેઓ જાતે જ આ કાર નું ડ્રાઇવિંગ કરતા. ડાબા હાથે સ્ટેરિંગ અને જમણા હાથે મુખ સુધી પ્રજાજનો નું અભિવાદન ઝીલતા અને નગર યાત્રા દરમિયાન અતિ ગતિ ધીમી રાખતા અને ખુલી રીતે પ્રજાજનો ને મળતાં કોઈ અંગ રક્ષક રાખે નહિ. તેઓ સ્વતંત્ર જ શહેર માં શહેર નિરીક્ષણ કરતા અને પ્રજા ને મળતાં આજે તેમના પરિવાર જનો લંડન સ્થિત છે. અને જે પરિવાર છે તે બીજી પત્ની નો છે અને હાઈર્નેસ હરેન્દ્રસિંહજી જેઠવા અને તેમના પરિવાર ના સભ્યો મહારાણી બા સહિત હજુ પણ આ ગાડી નો ઉપયોગ કરે છે. જે વંશ પરંપરાગત જાળવી રાખી છે. (તસ્વીર : સ્મિત પારેખ, પોરબંદર)

 

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ :.. રાજવી નટવરસિંહજીની ન્યાય પ્રિયતા સર્વત્ર જાણીતી હતી પ્રજાની મુશ્કેલી જાણવા રાજવી ખુદ નગર ચર્યાકરતા અને લોકોને રૂબરૂ મળીને ઝડપી ન્યાય આપતા હતાં. પ્રજામાં અસંતોષ કે અંધાધૂંધી થાય નહીં તે માટે પોલીસ ફરીયાદ લેવામાં આનાકાની થાય તો થાણામાં જવાબદાર સામે સખ્તાઇના પગલા તે સમયે લેવામાં આવતાં હતાં.

સ્વ. રાણા નટવરસિંહજી તેઓશ્રીનું જીવન અતિ સાદગી ભરેલ હતું. તેમ છતાં તેઓશ્રીના જીવનમાં એક અંદરની વ્યકિતએ વિશ્વાસમાં લઇ સ્વાતંત્ર સેનાની ઉપર સીતમ ગુજર્યો, આ સ્વતંત્ર સેનાનીને જીવંત દફનાવવા મનસુબો ઘડયો. બુર્ઝગ વડીલ પાસેથી જાણવા મળતી વિગત અનુસાર આજીવન કોંગ્રેસ અને રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીએ બનાવેલ રાહપર રહેનારને જીવંત દારવા તે ખાડો પર હજુર પેલેસ સામે કરવામાં આવેલ. સદનસીબે તેઓશ્રી બચી ગયેલ.  રાજવી પાસે બોલી શકાય નહીં. પરંતુ કોણે આયોજન કરેલ રાજવીને બદનામ કરવાનું કાવત્રું ઘડેલ તેની ઓળખ થઇ જતાં પીઢ ગંભીર  રાજવી રાણા નટવરસિંહજી જેઠવા સમય પારખી ધૈર્યત્તા ગંભીર પોતાની પ્રજા સમક્ષ એકરાર કરવા જાહેરમાં આવ્યા અને સુદામા ચોકમાં નાગરીકોની એક જાહેર સભા ભરી પોરબંદરના નાગરીકો પાસે તેમજ સમાજ પાસે જાહેરમાં માફી માંગી અને માત્ર એટલું જ કરવું.  બદનામ કરવા અને મારી વ્હાલસોય પ્રજાથી વિમુખ અને પ્રજા નફરત કરતી થાય નહીં તે માટે તેઓશ્રીએ જાહેરમાં માફી માંગી  જેમને મારી વિરૂદ્ધ બદનામ કરવાનું કાવત્રું ઘડેલ હોય તેને ઈશ્વર કદી માફ કરશે નહિ, અંતઃકરણની આ પ્રાર્થના-પશ્ચતાપનું પરિણામ આઠ દિવસમાં મળ્યું. આ જ વ્યકિત રાજગાદી પર ભવિષ્યના રાજવીની પસંદગી - ગાદીવારસ નિમવા દતક પુત્ર-યુવરાજની પસંદગીમાં પણ આ વ્યકિતએ ગરબડ ઉભી કરવા પ્રયત્ન કરેલો.

આજની ડીએસપી કચેરી વાડીયા રોડ પર આવેલ જેઠવા હોસ્ટેલમાં છ વિદ્યાર્થીને  શિક્ષણ આપવામાં આવતુ તેમાંથી પસંદગી કરવાની તે પૈકી જેઠવા હોસ્ટેલમાં રહેતા અને પોરબંદરના પૂર્વ પોર્ટ ઓફિસર સ્વ. બાલાસિંહ જેઠવા (શ્રીનગર) પણ જેઠવા હોસ્ટેલમાં શિક્ષણ લેતા તેઓશ્રીની પસંદગી ઉતાવળે યુવરાજ તરીકે  રાજવીના રાણા નટવરસિંહજી જેઠવાના દતક પુત્ર તરીકે પસંદ કરવામાં આવેલ. રાતોરાત જાહેરાત કરી દેવામાં પોરબંદર પૂર્વ પોર્ટ પોરબંદર બાલાસિંહ જેઠવા પોરબંદર રાજવીના દત્તક પુત્ર તરીકે શાસ્ત્રોકત વિધિ હિન્દુ સંસ્કૃતિ રાજવી પરંપરાગત ભવિષ્યના રાજવી તરીકે વારસ બન્યા. નામ બદલી યુવરાજશ્રીનું નામ ઉદયભાણ જેઠવા જાહેર કરવામાં ઓળખ ઉભી કરવામાં આવેલ.

રાજવીના ત્રીજી પેઢીએ પણ દત્તક વિધાનથી ગાદી વારસ સ્વ. રાણા માધોસિંહ જેઠવાના પુત્ર સ્વ. ભાવસિંહજી જેઠવા - તેમના વારસ પુત્ર રાણા નટવરસિંહજી જેઠવા અને સ્વ. રાણા નટવરસિંહજી જેઠવાના ગાદીવારસ પુત્ર સ્વ. ઉદયભાણ જેઠવા પૂર્વ નામ બાલસિંહ જેઠવા હાલ પોરબંદરના રાણા નટવરસિંહજી પરિવારમાં તેઓશ્રી દ્વિતીય પત્નિ (ગુપ્ત) વર્તમાન સ્વ. અનંતકુંવરબા કુખે જન્મેલ વર્તમાન હરેન્દ્રસિંહ જેઠવા તેના પરિવાર સ્વ. મહારાણી અનંતકુંવરબા-વિદુણી નારી છે પરંતુ તેમણે ભારત સંસ્કૃતિ મુજબ શાસ્ત્રોકત વિધિ સાથે રાજપૂત અને હિન્દુ સંસ્કૃતિ મુજબ સંપૂર્ણ હિન્દુ ધર્મ - અંગીકાર કરેલ અને ૧૯૫૬ની સાલ આસપાસ  રાણા નટવરસિંહજી જેઠવા ભારતના પાટનગર દિલ્હી પાર્લામેન્ટ હુકુમત સિવિલ મેરેજ રજીસ્ટર કરાવી દ્વિતીય લગ્ન જાહેર કરેલ અને વિદુષી નારી સ્વ. અનંતકુંવરબાને રાજમાતા તરીકે સ્થાન આપેલ.  બાદ સ્વીકૃત ગં.સ્વ. અનંતકુંવરબા રાણીની દ્વિતીય પત્નીની સ્વીકૃતિ મળેલ. પોરબંદરના નાગરીકોએ તો દ્વિતીય લગ્ન સિવિલ મેરેજ કર્યાનું જાહેર થતા રાજમાતા તરીકે મહારાણી તરીકે સ્વ. અનંતકુંવરબાને સ્વીકારેલ. દ્વિતીય રાજમાતા હિન્દુ ધર્મ સંસ્કૃતિ અંગીકાર પછી તમામ ધાર્મિક કાર્યો કરતા મંદિરોમાં દર્શનાર્થે પણ જતા નાગરીકોને આદરણીયતા આપતા.

 રાણા નટવરસિંહજી પ્રથમ પત્ની રાણી સાહેબા સ્વ. રૂપાળીબાના નિધન પછી સાદુ જીવન ગાળતા વાદવિવાદથી દૂર રહેતા અને હિન્દુસ્તાનની સ્વતંત્રતા પછી સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રજવાડાના વિલીન કરવાની અખંડ હિન્દુસ્તાન (ભારત) કામગીરી હાથ ધરી તે સમયે પણ સ્વ. રાજવીને હિચકિચાટ વગર પોરબંદર રાજ્યને હિન્દુસ્તાન સરકારમાં સમાવી લેવા સને ૧૯૧૮ની સાલમાં સોંપણી કરી આપી. ત્યાર બાદ મોટો ભાગ તેઓ ઉટીમાં જ રહેતાને જ સ્વામી રામદાસના સંપર્કમાં આવ્યા વિશેષ આવ્યા નિકટ. પ્રભુમય જીવન સાદગી ભરેલ રીતે વિતાવવા તેઓશ્રીની આજ્ઞાથી ગુપ્ત રખાયેલ છે.

સ્વ. રાણા નટવરસિંહજી જેઠવા જ્યારે જ્યારે પોરબંદર મુકામ કરતા ત્યારે ત્યારે અચુક શ્રી દોશી મિત્ર મંડળના સભ્યોને બંગલે બોલાવતા અથવા શ્રી દોશી મિત્ર મંડળના આદ્યસ્થાપક  ડો. જયંતિલાલ દોશીની નાની કેબીને પધારતા. ફુટપાથ પર બેસી જાહેરમાં સત્સંગ - પ્રાર્થનાનો લાભ લેતા હતા. એક સમયે પોરબંદરના રાજવી પર આર્થિક સંકટ ઉભુ થયેલ અને પહોંચી શકાય તેમ ન હોવાથી રાજવી પોરબંદર છોડી ઉટી અજ્ઞાતવાસમાં પહોંચેલ. લાંબો સમય પોરબંદર પધારેલ નહીં, ત્યારે મહાજનના ધ્યાન પર આવેલ. મહાજને પોતાના પ્રિય રાજવીને પોરબંદર પરત લાવવા ઉટી ગયેલ સ્વ. રાણા સાંત્વન આપેલ. કરજ ભરી આપશે? રાજની સીલીક પણ પુરંત વાળી બની જશે. રાજવીને પરત  લાવેલ તે સમયમાં મહાજનની ઓળખ વણીક (વાણીયા) તેમાં દશાશ્રીમાળી વણીકનું નામ આગળ અને રાજમાં પણ ઉચ્ચ આદર્શ સ્થાન મહારાજને વચન પાળ્યું. વણીક મહાજને પોરબંદર છોડયુ અને મુંબઇ વસાવ્યું. ત્યારથી મુંબઇ  પોરબંદર વણીક મહાજન સ્થિર થયેલ છે.  સ્વર્ગસ્થ રાજવીએ તેઓશ્રી ગાદી નસીન થયા બાદ ન્યાયકોર્ટને  સ્વતંત્ર રાખેલ. ન્યાયના કામમાં કદી પણ દખલગીરી કરતા નહી તેઓશ્રી સમયસર નીયમીત જુની હજુર કોર્ટમાં સમયસર હાજરી આપતા વિના સંકોચ પ્રજાજનો અરજદારોને રૂબરૂ મળતા એપોઇન્ટમેન્ટ લેવાની જરૂરત રહેતી નહોતી કે લેખીત અરજી પણ ભાગ્યે જ દેવાની થતી.

ઓફીસ સમય સાંજના પુર્ણ થયા પછી સ્વ.રાજવી કચેરીમાંથી સીધા શહેરમાં નગરચર્ચા નિહાળવા તથા કેદારેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવતા સાથોસાથ પ્રજાજનોની મુશ્કેલી જણાતા રૂબરૂ પણ સાંભળતા હજુર કોર્ટથી એમજી રોડ પ્રાચીન ગણપતી મંદિર  માના અન્નપુર્ણા મંદિરે હવેલીમાં દર્શન નિયમીત કરતા દર્શન કરી માણેક ચોક મધ્યે આવી મોટર ઉભી રાખી પ્રજાજનોની રોજીંદી હિલચાલ નિહાળતા. મુશ્કેલી તકલીફો તેનો અભ્યાસ કરતા ઝડપી નિરાકરણ થાય તેવો પ્રયત્ન કરતા ખારવાવાડમાં સાંજના  મઢીએ વાણોટ સમાજના આગેવાનો સમાજના નાગરીકો યાતના મુશ્કેલી તેમજ વ્યાપાર  વૃધ્ધિ બંદર વિકાસ વહાણવટા જળવહેવારની ચર્ચા સાથે જાણકારી મેળવતા હતા.

રાજવી કાયદો વ્યવસ્થાની જાળવણીમાં સખ્તાઇ હતી. પ્રજાજનોનો અસંતોષ ફેલાયેલ અંધાધુંધી ફેલાઇ નહી પોલીસફરીયાદ લેવામાં આનાકાની કરે તે સખ્તાઇ પગલા લેવાતા ફરજ નિષ્ઠ પોલીસ કર્મી અધિકારીની કદર કરતા આ કામગીરીમાં પણ દખલ ગીરી નહી ફરીયાદીને ન્યાય મળવો જોઇએ પોરબંદરમાં દારૂ બંધી હતી નહી તેમ છતા સખ્તાઇ હતી. જાહેર દારૂ સેવન કરનારની સામે પગલા લેવાતા કડક સજા થતી હતી.

(12:13 pm IST)
  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • ૧૯૪૯માં સી.બી. મુથમ્મા ભારતીય વિદેશ સેવામાં જોડાનાર પહેલા મહિલા હતા. access_time 2:59 pm IST

  • ૧૯૭૦માં મહિલા સાક્ષરતા કલાસ શરૂ થયા હતા. access_time 3:54 pm IST