Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામનગરના ખોજા બેરાજા ગામે ધાળ-લૂંટને અંજામ આપનારા ચાર પરપ્રાંતીય શખ્સોને એલ.સી.બી.એ દબોચી લીધા

જામનગર : જામનગરના ખોજા બેરાજા ગામે ધાળ-લૂંટને અંજામ આપનારા ચાર પરપ્રાંતીય શખ્સોને એલ.સી.બી.એ દબોચી લીધા છે ગત તા, 21 -2-2021ના રાત્રે ખોજા બેરાજા ગામની સીમમાં ફરિયાદી રામભાઈ વિક્રમભાઈ આડેદરા પરિવાર સાથે સુતા હતા એ દરમિયાન અજાણ્યા શખ્શો હથિયાર ધારણ કરીને ફરિયાદી તેમજ સાહેદોને માર મારીને ગંભીર ફ્રેક્ચર જેવી ઇજા કરીને મકાનમાંથી રોકડ, ફોર વેહિકલ કાર અને સોનાના દાગીના મળીને 8.62 લાખની લૂંટ કરી હોવાની પંચકોષી બી ડિવિઝનમાં ગુન્હો નોંધાયો હતો

જામનગર પોલીસવડા દીપન ભદ્રનનાઓની સૂચના મુજબ જિલ્લામાં નાકાબંધી કરી અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈના માર્ગદર્શન મુજબ આરોપીઓને પકડવા એલસીબીના પોલીસ ઇન્સ, કે,જી, ચૌધરીનાઓએ  એલસીબી એબ્સ્કોન્ડર સ્કોડની ટિમો કાર્યરત કરેલ હતી

લૂંટ ઘડમના ગયેલ ફોર વહીલ ક્યાં રસ્તે ગયેલ એ અંગેજીલ્લા અને જિલ્લા બહારના હાઇવે ઉપરના ટોલનાકાના સીસીટીવીના ફુટેજની ચકાસણી પો,સબ,ઇન્સ, કેકે,ગોહિલ તથા એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

 આ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા તથા નિર્મલસિંહ જાડેજાના બાતમીદારોએ બતમ,ઈ મળેલ કે ધાડલૂંટને અંજામ આપવામાં અગાઉ ફરિયાદીની વાડી ભાગમાં રાખતા જ્ઞાનસિંહ બનસિંહ દેવકા ( રહે, બાણદા ગામ તા, કુક્ષિ જી, ધાર રાજ્ય મધ્યપ્રદેશ વાળો સંડોવાયેલ છે જે બોટાદ જિલ્લાના રાણપર તાલુકાના નાગનેશ ગામ પાસે મજૂરી કામ કરે છે આ બાતમીના આધારે ટેબને પકડી પાડીને સદરહુ ગુનામાં દિનેશભાઇ રમણભાઈ મીનાવા, ભવન રાયસીંગ વસુનીયા,બાજંદો આદિવાસી રહે, બાઘોલી , બીલું આદિવાસી, કરો આદિવાસી રહે તમામ મધ્યપ્રદેશની સંડોવણી ખૂલવા પામી હતી

આ ગણામાં સંડોવાયેલ આરોપીને પકડવા ટિમ કાર્યરત હતી તે દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવડીયા તથા હરદીપભાઈ ધાંધલની બાતમીના આધારે આરોપી કેરમસિંહ ઉર્ફે બાજડો કેલસિંગ અલાવા રહે ભાગોળીગામ તા, કુક્ષિ જી, ધાર મધ્યપ્રદેશ, ભીલુંભાઈ ઉર્ફે બીલું પ્યાલસીંગ આદિવાસી રહે, મોટી કાદવલગામ તા, જોબટ જી, અલીરાજપુર મધ્યપ્રદેશવાળાઓને ગાંધીનગર જિલ્લાના સતેજ વડસર રોડ પરથી પકડી પાવામાં આવેલ છે

 તેમજ  એલસીબીના મંડનબર્હિ વસ્ર તથા ધનાભાઇ મોરીને મળેલ બાતમીના આધારે આરોપી દિનેશભાઇ રમણભાઈ મીનાવા રહે, પીપલવાગમ તા, કુક્ષિ જી, ધાર વાળાને રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ડોળીયા બાઉન્ડરી પાસેથી પકડી પાડવામાં આવેલ છે

આ કામે બાતમીદારો તેમજ ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીઓ અલગ અલગ જાગ્યો હોવાથી પો.સબ,ઇન્સ, કે,કે,ગોહિલ , આર,બી, ગોજીયા,એ,એસ, ગરચરનાઓની  અલગ અલગ ટિમો દ્વારા આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી કરવામાં આવેલ હતી

 આ કાર્યવાહી એલસીબીના પો,ઇન્સ, કે,જી ચૌધરી. પો,સ,ઇન્સ, કે,કે ગોહિલ, પો,સ,ઇન્સ, આર,બી,ગોજીયા , એ,એસ, ગરચર તેમજ એલસીબી- એબ્સ્કોન્ડર તથા ટેક્નિકલ સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે

(10:13 pm IST)