Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે લાલપર ગામેથી સગાના ઘરેથી ઝડપી લીધો

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે લાલપર ગામેથી સગાના ઘરેથી ઝડપી લીધો

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે લાલપર ગામે સગાના ઘરેથી ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રોહિત ભાણજી માકાસણા નામનો શખ્શ મોરબી તાલુકાના લાલપર ગામે વિશાલદીપ સોસાયટીમાં રહેતા તેના મામા બેચરભાઈ કેશાભાઇ પટેલના ઘરે આવ્યો હોય જે બાતમીને પલ્ગે એસઓજી ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી રોહિત ભાણજીભાઈ માકાસણા (રહે ચરાડવા તા. હળવદ વાળા) ને ઝડપી લીધો હતો અને હળવદ પોલીસ સ્ટેશનને સોપવા આગળની કાર્યવાહી હાથ ધરી છે
  આ કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડ્યા, પીએસઆઈ કે આર કેસરિયા, એમ. એસ .અંસારી, રણજીતભાઈ બાવડા, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજિયા, શેખાભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, આશીફ્ભાઈ રાઉંમાં, કમલેશભાઈ ખાંભલીયા અને અશ્વિનભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:07 pm IST)