Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મોરબીમાં દરબાર શેરી પાસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વૃદ્ધની અટકાયત

વૃદ્ધ પાસેથી વિદેશી દારૂની રૂપિયા 2250ની કિંમતની 6 નંગ બોટલ મળી:

મોરબી શહેરમાં દરબાર શેરી પાસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વૃદ્ધની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં આવેલ દરબાર શેરી આંબલી ફળિયા પાસે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે 63 વર્ષીય આરોપી નરપતસિંહ અમરસંગ ઝાલા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની રૂપિયા 2250ની કિંમતની 6 નંગ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:40 pm IST)