Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ભાવનગરમાં શ્રીમાળી સોની જ્ઞાતિની હવેલી - મંદિરનો પાટોત્સવ ઉજવાયો

પાટોત્સવ અંતગર્ત શોભાયાત્રા , વ્રજકમળ મનોરથના દર્શન :ડોકટર હોલમાં મુખ્ય મનોરથી પરિવારના સભ્યોનો સન્માન સમારોહ યોજાયો: સમાજના વરિષ્ઠ અગ્રણીઓએ પ્રેરક ઉદબોધન કર્યા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના મેઘાણી સર્કલમાં આવેલી સોનીની હવેલી - મંદિરના પાટોત્સવની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

  સ્વ . જયાબેન જસુભાઈ વાવડીયાના સ્મરણાર્થે જે.કે.સન્સ પરિવારના સર્વશ્રી રોહિતભાઈ અને પંકજભાઈના મુખ્ય મનોરથીપદે આયોજિત આ પાટોત્સવ અંતગર્ત શોભાયાત્રા , વ્રજકમળ મનોરથના દર્શન યોજાયેલ .

આ ઉપરાંત તાજેતરમાં ભાવનગરમાં ડોકટર હોલમાં મુખ્ય મનોરથી પરિવારના સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો .સમારોહના પ્રારંભે સ્વ.જયાબેનને શ્રધ્ધાંજલિ અર્પવા માટે આનંદનો ગરબો યોજાયો હતો . ત્યારબાદ વર્તમાન અને ભુતપુર્વ મુખ્ય મનોરથી પરિવારના સભ્યો , સમાજના વરિષ્ઠ અગ્રણીઓનું કમિટીના સભ્યો દ્વારા અભિવાદન કરાયુ હતુ  આ વેળા સમાજના વરિષ્ઠ અગ્રણીઓએ પ્રેરક ઉદબોધન કર્યા હતા . ત્યારબાદ સમસ્ત સોની જ્ઞાતિબંધુઓએ પાટોત્સવનો મહાપ્રસાદ લઈને ધન્યતાની લાગણી અનુભવી હતી

 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વ નરેન્દ્રભાઈ ધોળકીયા ( લાઠીદડવાળા ) અને  નવલભાઈ ચાંપાનેરી ( ગઢડાવાળા ) ના માર્ગદર્શન તળે કમિટિના સભ્યો તેમજ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી .

(8:49 pm IST)