Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહના હત્યારાઓને ફાંસી આપો

આહિર સેના તમામ મુદ્દે રાજપૂત કરણી સેનાના પડખે ઉભી છે. જયા જરૂર પડે ત્યાં સાથ આપશે : ગુજરાત આહિર સેના જામનગર પ્રમુખ ગીરીભાઈ ડેર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૭
બે દિવસ પહેલા રાજસ્થાનમાં કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થતા સમગ્ર દેશમાં રાજપૂત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજકોટમાં પણ તેમની હત્યાના વ્યાપક પડઘા પડયા છે. 
જામનગર ગુજરાત આહિર  સેનાના સભ્યોએ સુખદેવસિંહને  શ્રદ્ધાંજલિ આપી તેમના હત્યારાઓને ફાંસી આપવા માંગ કરી છે. જયારે આ હત્યામાં જેમની  સંડોવણી છે તેઓને પણ પકડવા માંગ કરી છે. આ અંગે આહિર સેના ગુજરાત આહિર સેના જામનગર પ્રમુખ ગીરીભાઈ ડેરએ
જણાવ્યું છે કે, આહિર સેના તમામ મુદ્દે રાજપૂત કરણી સેનાના પડખે ઉભી છે. જયા જરૂર પડે ત્યાં સાથ આપશે.

 

(2:15 pm IST)