Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

જામનગર જિલ્લાની 5 બેઠકોની હરીયા કોલેજમાં કુલ 5 બેઠકોની 67 ટેબલ પર 96 રાઉન્ડમાં ગણતરી થશે

 મત ગણતરી કેન્દ્ર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો\

જામનગર જિલ્લાની 5 બેઠકોની હરીયા કોલેજમાં મતગણતરી થશે. કુલ 5 બેઠકોની 67 ટેબલ પર 96 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે..મતગણતરી કેન્દ્ર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.જામનગર ગ્રામ્યની 21 રાઉન્ડમાં, જામનગર ઉત્તરની 16 રાઉન્ડમાં, જામનગર દક્ષિણની 14 રાઉન્ડમાં અને જામજોધપુરની 20 રાઉન્ડમાં મત ગણતરી થશે. જામનગર જિલ્લાની 5 બેઠકની ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. તો જામજોધપુર બેઠક પર ભાજપની સામે AAPની ટક્કર થશે. 2017માં પાંચ બેઠક પૈકી 3 કોંગ્રેસ અને 2 બેઠક ભાજપે મેળવી હતી.પેટા ચૂંટણીમાં વધુ એક બેઠક ભાજપે મેળવતા 3 ભાજપ અને 2 કોંગ્રેસ પાસે રહી હતી.

(8:55 pm IST)