Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ઉપલેટામાં કેબલ વાયરનો શોક લાગતા દલિત યુવાનનું મોત

ઉપલેટા,તા. ૭: છ કિલોમીટર દૂર આવેલા ડુમિયાણી રોડ ઉપર ભોલે હોટલ પાસે ગઈકાલે એક દલિત યુવાન બીએસએનએલના વાઇફાઇની લાઇન નાખી રહ્યો હતો એ દરમિયાન ઇલેક્‍ટ્રીક થાંભલાને કેબલ અડી જતા શોર્ટ લાગતા દલિત યુવાનનું મોત થયેલું હતું. અહીંયા ઢેબર નગરમાં રહેતા સંદીપકુમાર હસમુખલાલ ભાષા ઉંમર વર્ષ ૩૧ વાળો બીએસએનએલના વાઇફાઇના કેબલના કોન્‍ટ્રાક્‍ટર સાથે કામ કરતો હતો આ કેબલ ભોલે હોટલ પાસે નાખતા હતા એ દરમિયાન ઇલેક્‍ટ્રીક લાયનને કેબલ અડી જતા કેબલમાં પાવર ચાલુ થઈ જતા નીચે રહેલા સંદીપને હાથમાં ઇલેક્‍ટ્રીક શોટ લગતા તેમનું મોત થયેલું હતું આ બનાવની ઉપલેટા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ ચલાવી રહી છે.

(12:00 pm IST)