Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભરૂચના બોરી ગામના ગામતળાવમાં મગરે દેખા દીધી : વનવિભાગે પાંજરું ગોઠવી ઝડપી પાડયો

મગરને જોવા ગામ લોકોના ટોળા ઉમટયા

 

ભરૂચના નબીપુર નજીક આવેલ બોરી ગામમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો હતો. ગામના તળાવમાં મગર હોવાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા તળાવ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મગર આવી ચઢતા મગરને જોવા ગામ લોકોના ટોળા ઉમટયા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પૂરના પાણી સાથે મગર આવી ચડ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ભરૂચના નબીપુર નજીક આવેલ બોરી ગામમાં ચોમાસા દરમ્યાન એક મગર ગામના તળાવમાં આવી ગયો હતો. કેટલાક સ્થાનિકોએ મગરને જોતા અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

(12:33 am IST)