Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર ટ્રેકટર ચાલકે લોહાણા પરીવારના બે ભાઈઓને હડફેટે લેતા બન્નેના કરૂણમોત

દીવાળીના પવિત્ર તહેવારોમાં લોહાણા સમાજના બે પરીવારોનો માળો વિખાતા ભારે અરેરાટી

સોમનાથ બાયપાસ ઉપર સાંજે પ વાગ્યાના અરસામાં ડારી ગામે ક્રિયામાં આવેલ અરણેજ ગામના લોહાણા જ્ઞાતિના વેપારી બને કાકા બાપાના ભાઈઓ પરત જઈ રહેલ હતા ત્યારે પુરપાટ ઝડપે નંબર વગર ના ટ્રેકટરે હડફેટે લેતા ગંભીર હાલત માં સારવારમાં આવેલ હોસ્પીટલે ડોકટરે બને મૃત જાહેર કરેલ હતા આ બનાની જાણ થતા નાનકડા એવા અરણેજ ગામમાં ભારે અરેરાટી ફેલાય છે.

 વેરાવળ તાલુકાના ડારી ગામે મૃત્યુ પામેલ હોય તેની ક્રિયામાં આવેલા કોડીનાર તાલુકાના અરણેજ ગામના લોહાણા જ્ઞાતિના વેપારી કમલેશભાઈ કેશવલાલ જીમડીયા ઉ.પર,રમેશકુમાર મોહનલાલ જીમડીયા ઉ.૫૫ ક્રિયા પતાવી મોટરસાઈકલમાં અરણેજ જઈ રહેલ હતા ત્યારે સોમનાથ બાયપાસ રોડ ઉપર કૃતિ હોટલ પાસે પુર ઝડપે નંબર વગર નું ટ્રેકટર આવી રહેલ હતું તેને બને હડફેટે લેતા મોટર સાકલ ફેકાય ગયેલ જોરદાર ધડાકો થયેલ અને બન્ને ભાઈઓ ઉપર ટ્રેકટરના ટાયર ફરી વડેલ હતા જેથી રોડ ઉપર જતા આવતા વાહન ચાલકો હોટલ વાળાઓ સ્થળ પર દોડી આવેલ હતા અને આ દ્રશ્ય કમ્પાઉનારૂ હતું ૧૦૮ ને જાણ કરતા બન્નેને સીવીલ હોસ્પીટલ વેરાવળ માં લાવેલ હતા પણ ગંભીર ઈજાઓ હોવાથી ડોકટરે હોસ્પીટલે બને મૃત જાહેર કરેલ હતા આ બનાવની જાણ તેમના પરીવારજનોને થઈ જતા તાત્કાલીક હોસ્પીટલે દોડી આવેલા હતા અને ત્યાં ભારે કંપાઉનારૂ દ્રશ્ય જોવા મળેલ હતું

જમડીયા પરીવાર ના કાકા બાપાના બનેભાઈઓ અરણેજ ગામે અનાજ કરીયાણા નો વેપાર કરે છે તેમા સૌથી કરૂણા એ છેકે કમલેશ કેશવલાલ જીમડીયા ઉ.૫ર ને સંતાન માં ત્રણ દીકરીઓ છે ત્રણેય નાની છે રમેશકુમાર મોહનલાલ જીમલીયા ઉ.૫૫ બે દીકરી એક દીકરો છે દીવાળી ના પવિત્ર તહેવારોમાં ટ્રેકટર ચાલકની ભુલના લીધે લોહાણા સમાજના બે પરીવારો નો માળો વિખાય જતા નાનાકડા એવા અરણેજ ગામમાં ભારે અરેરાટી ફેલાયેલ છે.

પી.એસ.આઈ કડછા એ જણાવેલ હતું કે મોટરસાઈકલ લઈ બન્ને ભાઈઓ જતા હતા નંબર વગર ના ટ્રેકટરે હડફેટે લઈ લીધેલ છે. તેની તપાસ સ્થળ ઉપર કરવા જઈ રહયા છે તેમજ ટ્રેકટર નો કબજો લીધેલ છે આ બનાવ બનતા લોહાણા મહાજન વેરાવળ ના માનદમંત્રી દીપક કકકડ સ્થળ ઉપર પહોચી ગયેલ હતા અને પરીવારજનોને સાંતવના આપી હતી અને ટ્રેકટર ચાલક સામે હીટ એન્ડ રન નો ગુનો નોધવા પોલીસમાં રજૂઆત કરેલ છે.

(8:41 pm IST)