Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મીઠાપુરમાં આગનું સામાન્ય છમકલું

જામનગર  - મીઠાપુર : દેવભુમી દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં આવેલ ટાટા કેમીકલ્સ કંપનીની નજીકમાં આવેલ  કોલસાના જથ્થામાં આજે બપોરે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે ૧૦ મીનીટમાં જ ફાયર ફાઇટરોએ આગને કાબુમાં કરી દીધી હતી.  કંપની સતાવાળાઓએ જણાવ્યું છે કે ટાટા કંપનીના મુખ્ય પ્લાન્ટથી ઘણે દુર કોલસાના નાના જથ્થામાં આગ લાગી હતી. જો કે આ આગ સામાન્ય હતી અને થોડીવારમાં કાબુમાં આવી ગઇ હતી.

(3:23 pm IST)