Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મોબાઇલ ટાવરમાં ઉપયોગમાં આવતા કોપર તથા એલ્યુમીનીયમના કેબલનો મોટો જથ્થો પકડી પાડતી જામનગર એસ. ઓ. જી.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ :.. પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિને નસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ. ઓ. જી. પોલીસ ઇન્સ્પેકટર એસ. એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પો. સ. ઇ. વી. કે. ગઢવી તથા પો. સ. ઇ. આર. વી. વીંછીના નેતૃત્વ વાળી ટીમના એ. એસ. આઇ. હિતેશભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ. રવિભાઇ બુજડને બાતમી મળેલ કે, હરસિધ્ધી માતાજીના મંદિરની સામે કાના ડીલક્ષ પાનની બાજુમાં આવેલ પવનભાઇ મહાજનના મકાનમાં મોબાઇલ ટાવરમાં ઉપયોગમાં આવતા કોપર તથા એલ્યુમીનીયમ કેબલનો બીલ વગરનો મોટો જથ્થો હોય, જે બાબતે ત્યાં જઇ તપાસ કરતા મોબાઇલ ટાવરમાં ઉપયોગમાં આવતા કાળા કલરના કોપર તથા એલ્યુમીનીયમનો ૧૦૦૦ કિલોનો કિંમત રૂ. ૭૦,૦૦૦ નો બીલ વગરનો મોટો જથ્થો મળી આવતા સી. આર. પી. સી. કલમ ૪૧ (૧) ડી મુજબ (૧) જગદીશભાઇ ઉર્ફે જીગર રાયદેભાઇ રાવલીયા જાતે આહિર ઉ.૩૮ ધંધો પ્રા. નોકરી રહે. અયોધ્યાનગર શેરી નંબર-૯ ગોકુલનગર (ર) ધર્મદિપસિંહ નીરૂભા જેઠવા જાતે - દરબાર ઉ.ર૪ ધંધો પ્રા. નોકરી રહે. પટેલ કોલોની શેરી નં. ૯ ના છેડે શાંતિનગર શેરી નં. ૩, ભરતસિંહ નથુભા  જાડેજાના મકાનમાં જામનગરને અટક કરેલ છે.

(1:02 pm IST)